તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
બંગાળના ચાણકય અમિત શાહઃ રણનીતિના જોરે મમતાના ગઢમાં મચાવી દીધી ધૂમ!
વિપક્ષના વોટ બેંકના સમીકરણો ઉથલાવી અમિત શાહે કેસરીયો લહેરાવવામાં ભજવી મુખ્ય ભૂમિકા ૧૫ દિવસનો પડાવ, ૫૦થી વધુ કાર્યક્રમો અને મોડી રાતની ગુપ્ત બેઠકો

કોલકાતા, તા.૪: પヘમિ બંગાળના રાજકારણમાં જ્યારે પરિવર્તનની લહેર જોવા મળી રહી છે, ત્યારે તેની પાછળ કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહનું માઈક્રો મેનેજમેન્ટ સૌથી મોટું કારણ બનીને ઉભર્યું છે. શાહે માત્ર દિલ્હીથી આદેશો નથી આપ્યા, પરંતુ સતત ૧૫ દિવસ સુધી બંગાળના અલગ-અલગ ઝોનમાં રહીને જમીની હકીકતો પારખી હતી. તેમની રણનીતિનો મુખ્ય હિસ્સો મોડી રાત સુધી ચાલતી બેઠકો હતી, જેમાં બૂથ સ્તરના કાર્યકરોને સીધા માર્ગદર્શન આપીને દરેક બૂથ જીતોનો મંત્ર ફૂંકવામાં આવ્યો હતો.
ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે ૫૦ થી વધુ જાહેર કાર્યક્રમો અને ડઝનબંધ રોડ-શો કરીને જનતા સાથે સીધો સંવાદ સાધ્યો હતો. ખાસ કરીને વિપક્ષની મજબૂત વોટ બેંક ગણાતા વિસ્તારોમાં ગાબડાં પાડવા માટે તેમણે વિશેષ વ્યૂહરચના બનાવી હતી. ભાજપના ૧૦૦% મતદાન અભિયાન અને હાઈટેક કંટ્રોલ રૂમ દ્વારા દરેક પળની હિલચાલ પર નજર રાખવામાં આવતી હતી. આ સચોટ આયોજનને કારણે જ આજે ભાજપ બંગાળમાં એક નિર્ણાયક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે.
શાહની આ રણનીતિએ સાબિત કરી દીધું કે બંગાળ જેવા જટિલ રાજકીય વાતાવરણમાં પણ જો મજબૂત સંગઠન અને સચોટ ડેટા એનાલિસિસ હોય તો ગમે તેવો મજબૂત ગઢ જીતી શકાય છે. તેમણે બંગાળના સ્થાનીય મુદ્દાઓને રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસ સાથે જોડીને મતદારોના મન જીતવામાં સફળતા મેળવી. આજે જ્યારે પરિણામોમાં ભાજપની લીડ દેખાઈ રહી છે, ત્યારે રાજકીય વિશ્લેષકો અમિત શાહને બંગાળના અસલી માસ્ટર રણનીતિકાર તરીકે સ્વીકારી રહ્યા છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
