<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

સાવધાન! ભારત માટે આગામી મહિનાઓ ‘ભારે'?

વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો રિપોર્ટ...જો અલ-નીનોની અસર થશે તો આગામી મહિનાઓમાં કેટલાક દેશોમાં રેકોર્ડ બ્રેક ગરમી, લાંબા હીટવેવ, દુષ્‍કાળ, પૂર સંકટ અને જંગલોમાં આગ જેવી ભયાનક ઘટનાઓ વધી શકે છે

નવી દિલ્‍હી,તા.૧૧: મુંબઈ, સુરત સહિત દિલ્‍હીમાં જે એક મહિનાથી ચાતકના માફક વરસાદની રાહ જોવામાં આવે એ એક અઠવાડિયામાં પડેલા વરસાદે તમામ મહાનગરોને જળબંબાકાર બનાવી દીધા હતા. અગાઉ અલ નીનોએ ભારતને ડરાવી નાખ્‍યું હતું, પરંતુ એ ડર સાચો હતો કે નહીં એ વાત જાણીએ.

હાલ દુનિયામાં ફરી એકવાર અલ-નીનોની ચર્ચાએ જોર પકડ્‍યું છે. વૈજ્ઞાનિકોના મતે જો અલ-નીનોની અસર થશે તો આગામી મહિનાઓમાં કેટલાક દેશોમાં રેકોર્ડ બ્રેક ગરમી, લાંબા હીટવેવ, દુષ્‍કાળ, પૂર સંકટ અને જંગલોમાં આગ જેવી ભયાનક ઘટનાઓ વધી શકે છે. આ જ કારણે વૈજ્ઞાનિકો અલ-નીનોને ફયુચર ક્‍લાઇમેટ ક્રાઈસીસની ચેતવણી માની રહ્યા છે. જોકે, ગ્‍લોબલ વોર્મિગ આ જ રીતે વધ્‍યા કરશે તો વર્ષ ૨૦૩૫ આસપાસ દુનિયામાં આના ભયંકર પરિણામો જોવા મળશે.

પૃથ્‍વીનું સરેરાશ તાપમાન અગાઉથી જ વધી રહ્યું છે. માનવીની પ્રવૃત્તિઓ, ખાસ કરીને કોલસા, તેલ અને ગેસ જેવા ફોસિલ ફયુઅલના વધારે ઉપયોગથી પૃથ્‍વી ઔદ્યોગિક યુગ પહેલાની સરખામણીએ લગભગ ૧.૪ ડિગ્રી સેલ્‍સિયસ ગરમ થઈ ચુકી છે. એવામાં જો એક મજબૂત સુપર અલ-નીનો પણ સક્રિય થઈ જાય છે, તો તેની ખૂબ ગંભીર અસરો જોવા મળી શકે છે. આ જ કારણે વિશ્વભરની એજન્‍સી અને વૈજ્ઞાનિકો આ પરિસ્‍થિતિ પર નજર રાખી બેઠા છે. 

એક રિપોર્ટ અનુસાર કોલમ્‍બિયા યુનિવર્સિટીની ક્‍લાઇમેટ વૈજ્ઞાનિક મિગફાંગ ટીંગના કહ્યા મુજબ આવનારા સુપર અલ-નીનો આપણને ફયુચરના ક્‍લાઇમેટની એક ઝલક બતાવી રહ્યું છે. તેમના મતે જો દુનિયામાં ગ્રીનહાઉસ ગેસના એમિશન આવી રીતે જ ચાલ્‍યા કરશે તો આવનારા અમુક વર્ષોમાં જે વાતાવરણ સામાન્‍ય થઈ શકે છે તેની અસર અગાઉથી જ અનુભવી શકાશે. એટલે જ કદાચ વૈજ્ઞાનિકો આ અસરને ૨૦૩૫ની દુનિયાનું ટ્રેલર માની રહ્યા છે.

ઈતિહાસ પણ આ ચિતાને મજબૂત કરે છે. ૧૮૭૭ આસપાસ આવેલા અત્‍યંત શક્‍તિશાળી અલ-નીનોને દુનિયાના સૌથી વિનાશકારી હવામાનની અસાધારણ ઘટનાઓ પૈકી એક ગણવામાં આવે છે. તે સમયે દુનિયાએ ભયંકર દુષ્‍કાળનો પણ સામનો કર્યો હતો. ભારત, ચીન, બ્રાઝિલ અને અમેરિકા સહિત કેટલાક વિસ્‍તારોમાં પડેલા તે દુષ્‍કાળમાં આશરે ૫ કરોડ લોકોના મૃત્‍યુ થયા હતા. વરસાદ પડ્‍યો નહીં, પાક નિષ્‍ફળ ગયા અને કરોડો લોકો ભૂખ અને રોગના શિકાર બન્‍યા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે વિનાશ પાછળ અલ-નીનોની મોટી ભૂમિકા હતી.

આજે પરિસ્‍થિતિ ઘણી જુદી છે. તે સમયે દુનિયાની વસ્‍તી આશરે દોઢ અરબ હતી, જયારે આજે તે ૮ અબજથી વધુ થઈ ચૂકી છે. હવામાનનું અનુમાન લગાવવા માટે સેટેલાઇટ, સુપર કમ્‍પ્‍યુટર અને મોડર્ન ટેક્રિક હાજર છે, પણ પૃથ્‍વીનું તાપમાન પણ પહેલા કરતા વધી ગયું છે. એટલે જ વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો સુપર અલનીનો વધારે મજબૂત બનશે, તો તેની અસર વિશ્વભરના લોકો સુધી પહોંચી શકે છે

(9:57 AM IST)