News of Friday, 1st May 2026
ભાઈ ભાઈઃ એક જ પરિવારના ૫ સગા ભાઈના એક જ માંડવે લગ્નઃ પાંચ દુલ્હન સામેથી જાન લઈને આવી
આ પરંપરા સમગ્ર વિસ્તારમાં સંયુક્ત પરિવારની એકતા, સન્માન અને સામંજસ્યનું પ્રતીક માનવામાં આવે છે

દેહરાદૂન,તા.૧: ઉત્તરાખંડના ચકરાતાના ખરાસી ગામમાં લોકો એક અનોખા લગ્નના સાક્ષી બન્યા છે. બુધવારે અહીં એક પરિવારના પાંચ ભાઈઓના લગ્ન એક જ માંડવા નીચે યોજાયા. આ લગ્નને જોવા માટે સમગ્ર વિસ્તારમાંથી ભીડ એકઠી થઈ હતી. આ તમામ વરરાજા જાૈનસારી સમાજના છે. એટલા માટે આ સમાજની પરંપરા ઝોજોડે અંતર્ગત પાંચ દુલ્હનો ખુદ જાન લઈને વરરાજા પાસે આવી હતી.
આ પરંપરા સમગ્ર વિસ્તારમાં સંયુક્ત પરિવારની એકતા, સન્માન અને સામંજસ્યનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ સ્થાનિક સંસ્કૃતિની ઝલક પ્રસ્તુત કરે છે. પરિવારના પાંચેય ભાઈ નરેન્દ્ર, પ્રદીપ, પ્રીતમ, અમિત અને રાહુલના લગ્ન એક જ માંડવે થયા.
આખા ગામમાં ઉત્સવ જેવો માહોલ
નરેન્દ્રના લગ્ન અન્નૂ સાથે, પ્રદીપના લગ્ન નિક્કી સાથે, પ્રીતમના લગ્ન પુનીતા સાથે, અમિતના નિર્મલા સાથે અને રાહુલના લગ્ન આંચલ સાથે થયા હતા. આ અવસર પર તમામ વરરાજા અને દુલ્હન ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. આ દરમ્યાન આખા ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો.
હવે દીકરીને વિદાય આપવાની તૈયારીમાં છે પરિવાર આ પરિવારની એક દીકરીના લગ્ન પણ ગુરુવારે રણવીર સાથે થવાના છે. પોતાના લગ્ન બાદ પાંચેય ભાઈ બહેનના લગ્નની તૈયારીમાં લાગી ગયા છે. વિસ્તારના લોકો આ સમગ્ર આયોજનના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આખા વિસ્તારમાં આ વિવાહ સામાજિક રૂપથી પરિવારની એકજૂટતા માટે વખણાય છે. સંયુક્ત પરિવારના વડા છે દૌલત સિહ ચૌહાણ સ્થાનિક ભાષામાં અહીં વરરાજાને ઝોજોલ્ટી કહેવાય છે. પાંચેય દુલ્હનો એક સાથે પોતાના સાસરિયે ખારસી પહોંચી તો તેમને જોવા માટે ગામલોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ખારસી ગામના દૌલત સિહ ચૌહાણે પોતાના બાળકોના સામૂહિક લગ્ન કરી ઇતિહાસ બનાવી દીધો. દૌલત સિહ ચૌહાણ આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર છે અને સંયુક્ત પરિવારના વડા પણ છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
