તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ભાવનાબેનની અચાનક અનંત યાત્રા... શોકની ક્ષણ, સ્તબ્ધ માહોલ

રાજકોટઃ ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચાનું દુઃખદ નિધન થયુ છે. ગણાત્રા અને નાગ્રેચા પરિવારને સાંત્વના આપવા વિવિધ ક્ષેત્રના સામાજીક અગ્રણીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહયા હતા. તસ્વીરમાં બહેનના અંતિમ દર્શન કરતા સુરેશભાઇ ગણાત્રા (જલારામ જયોત), અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના વેબ એડીશનના એડીટર નીમિષભાઇ ગણાત્રા નજરે પડે છે. જયારે અન્ય તસ્વીરોમાં વિનોદભાઇ પોપટ, શરદભાઇ પીઠડીયા, લલીતભાઇ સવજીયાણી, જનકભાઇ કોટક, બકુલભાઇ નથવાણી, જયેશભાઇ સંઘાણી, પરાગ દેવાણી, અશોક હિન્ડોચા, રઘુ રૂપારેલીયા, કેયુર અનડકટ, વિ. નજરે પડે છે. જયારે નીચેની અંતિમ તસ્વીરમાં ભાજપ અગ્રણી રમેશભાઇ રૂપાપરા, મનીષભાઇ રાડીયા, નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા), અંશ ભારદ્વાજ, પરેશભાઇ ડોડીયા, સ્વામી સત્યપ્રકાશ, લાલો અનડકટ વિગેરે નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
