<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ભૂમિકા શાજવાનીએ વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધારતા પ્રતિષ્ઠિત 'મિસિસ અર્થ એલિટ 2026'નો ખિતાબ હાંસલ કર્યો

આ વિજય માત્ર સુંદરતાનું પ્રતીક નથી, પરંતુ આત્મવિશ્વાસ, સામાજિક સભાનતા અને દીર્ઘદ્રષ્ટિની જીત:ભૂમિકાએ જજો સમક્ષ પર્યાવરણ અને મહિલા સશક્તિકરણ જેવા ગંભીર મુદ્દાઓ પર સ્પષ્ટ રજૂઆત કરી

ભારતની પ્રતિભાશાળી દીકરી ભૂમિકા શાજવાનીએ વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધારતા પ્રતિષ્ઠિત 'મિસિસ અર્થ એલિટ 2026'નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ વિજય માત્ર સુંદરતાનું પ્રતીક નથી, પરંતુ આત્મવિશ્વાસ, સામાજિક સભાનતા અને દીર્ઘદ્રષ્ટિની જીત છે. ભૂમિકાએ જજો સમક્ષ પર્યાવરણ અને મહિલા સશક્તિકરણ જેવા ગંભીર મુદ્દાઓ પર પોતાની સ્પષ્ટ રજૂઆત કરી હતી, જેના કારણે તેણે ઇતિહાસ રચ્યો છે.

મિસિસ અર્થ એલિટ 2026નો તાજ જીતવા માટે  ભૂમિકા શાજવાનીએ અત્યંત સખત મહેનત અને સંઘર્ષનો સામનો કર્યો છે. આ મુકામ સુધી પહોંચવાની તેમની સફર પ્રેરણાદાયી રહી છે.

ભૂમિકાએ માત્ર સુંદરતા જ નહીં પરંતુ જજો સામે પોતાના પ્રભાવશાળી વિચારો મૂક્યા હતા. તેમણે પર્યાવરણની રક્ષા, મહિલાઓની શિક્ષણ અને જીવન ધોરણ સુધારવા માટે માત્ર વાતો ન કરી, પરંતુ જમીની સ્તરે વાસ્તવિક બદલાવ લાવવાની પોતાની નક્કર યોજનાઓ પણ જજો સમક્ષ રજૂ કરી હતી.

આ સિદ્ધિ હાંસલ કરવા માટે તેમણે લોકો વચ્ચે જઈને કામ કર્યું હતું. આ ઉપરાંત, તેણે પોતાની ફિટનેસ, પબ્લિક સ્પીકિંગ અને લોકોના જીવનને નજીકથી સમજવા માટે કઠોર પરિશ્રમ કર્યો હતો, જે તેમની જીતનું મુખ્ય કારણ બન્યું.

જીત મેળવ્યા બાદ ભૂમિકાનો ખુશીથી છલકાતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એન્ટરટેઈનમેન્ટ, સમાજસેવા અને ફેશન જગતના દિગ્ગજોએ તેને અભિનંદન પાઠવી રહ્યા છે.

આ ટાઈટલ જીત્યા બાદ ભૂમિકા શાજવાનીને એક એવું વૈશ્વિક મંચ પ્રાપ્ત થયું છે, જ્યાંથી તે પોતાના સામાજિક કાર્યો અને પર્યાવરણીય અભિયાનને વધુ વ્યાપક સ્તરે આગળ વધારી શકશે.

(9:39 PM IST)