તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
કેલિફોર્નિયામાં હિંદુઓને મોટો ઝટકો: દિવાળીને સરકારી રજા તરીકે માન્યતા આપતી મહત્વપૂર્ણ જોગવાઈને કોર્ટે રદ કરી
રાજ્યમાં આ કાયદો લાગુ થયાને હજુ એક વર્ષ પણ પૂરું થયું નથી ત્યાં જ કોર્ટે તેના કેટલાક મહત્વપૂર્ણ જોગવાઈઓને રદ કરતા કેલિફોર્નિયામાં દિવાળીની સરકારી રજાને લઈને ફરી એકવાર કાનૂની ચર્ચા શરૂ થઈ

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં દિવાળીને સરકારી રજા તરીકે માન્યતા આપતા કાયદાને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં આ કાયદો લાગુ થયાને હજુ એક વર્ષ પણ પૂરું થયું નથી ત્યાં જ કોર્ટે તેના કેટલાક મહત્વપૂર્ણ જોગવાઈઓને રદ કરી દીધી છે. આ નિર્ણય બાદ કેલિફોર્નિયામાં દિવાળીની સરકારી રજાને લઈને ફરી એકવાર કાનૂની ચર્ચા શરૂ થઈ ગઈ છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને (HAF) અદાલતના નિર્ણયની પુષ્ટિ કરતા તેને સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને સન્માન આપવાના પ્રયાસો માટે મોટો ઝટકો ગણાવ્યો છે.
ઑક્ટોબર 2025માં કેલિફોર્નિયાના ગવર્નરે આ વિધેયક પર હસ્તાક્ષર કર્યા હતા, જેનાથી કેલિફોર્નિયા અમેરિકામાં દિવાળીની સરકારી રજા જાહેર કરનાર ત્રીજું રાજ્ય બન્યું હતું. હિન્દુઓની સાથે-સાથે શિખ, જૈન અને કેટલાક બૌદ્ધ સમુદાયોએ પણ આ નિર્ણયને વધાવ્યો હતો.
HAF એ જણાવ્યું કે આ નિર્ણય ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને સન્માન આપવાની દિશામાં રાજ્યના પ્રયાસો માટે નિરાશાજનક છે. આ કાયદાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે તહેવારના દિવસે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પોતાના ધર્મનું પાલન કરવા માટે શાળા, કૉલેજ કે નોકરી પર જવા માટે મજબૂર ન બને.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
