તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Thursday, 24th September 2026
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટીઓ આરોપી નહીં પણ 'સાક્ષી' બનશે!
પોલીસ-SIT એ વિશેષ એન્ટી કરપ્શન કોર્ટમાં ૭૪,૦૦૦થી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરી: ૧૩૩ ગવાહોની યાદીમાં ચંપત રાય, ડો. અનિલ મિશ્રા અને ગોપાલ રાવના નામ શામિલ

અયોધ્યા: અયોધ્યા રામ મંદિરના પ્રસાદ અને દાન-ચઢાવાની ચોરીના બહુચર્ચિત પ્રકરણમાં એક અત્યંત મહત્વનો અને મોટો કાનૂની વળાંક આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી ખાસ તપાસ ટીમો અને અયોધ્યા પોલીસે સ્પેશિયલ એન્ટી કપ્શન કોર્ટમાં હજારો પાનાની વિશાળ ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ સામે આવી છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ભૂતપૂર્વ મહામંત્રી ચંપત રાય, પૂર્વ ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા તેમજ ગોપાલ રાવને પોલીસે આરોપી બનાવ્યા નથી, પરંતુ તેમને 'સરકારી સાક્ષી' તરીકે દર્શાવ્યા છે.
મળેલી વિગતો મુજબ, ગત ૨૫ જૂનના રોજ અયોધ્યાના રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં દાન-ચઢાવાની રકમ અને પ્રસાદની કથિત ઉચાપત અંગે અદાલતના આદેશો અને ટ્રસ્ટની ફરિયાદોના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તીવ્ર તપાસ બાદ પોલીસ અને SIT એ વિશેષ ન્યાયાધીશ સમક્ષ લોખંડના મોટા પેટી-બોક્સમાં ભરીને આશરે ૭૪,૦૦૦ જેટલા પાનાની વિસ્તૃત ચાર્જશીટ રજૂ કરી હતી. આ તપાસ રિપોર્ટમાં ૧૦૧ કેસ ડાયરીના પરચા અને કુલ ૧૩૩ સાક્ષીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે દાનપેટીમાંથી રોકડ ચોરી અને ગેરરીતિઓના આ મામલે માત્ર જેલમાં બંધ ૮ મુખ્ય આરોપીઓ સામે જ ગુનાહિત કલમો હેઠળ આક્ષેપનામું ઘડવામાં આવ્યું છે. જ્યારે ચંપત રાય, ડો. અનિલ મિશ્રા, ગોપાલ રાવ અને અંતરિમ મહાસચિવ કૃષ્ણ મોહન સહિતના પૂર્વ હોદ્દેદારોને તપાસ બાદ સાક્ષીઓની યાદીમાં રાખવામાં આવ્યા છે. ચંપત રાય લાંબા સમય સુધી મંદિરના વહીવટ અને દાન-પ્રસાદ ગણતરીની વ્યવસ્થા સંભાળતા હતા. પરિણામે ટ્રાયલ શરૂ થશે ત્યારે કોર્ટમાં ચંપત રાય સહિતના પૂર્વ ટ્રસ્ટીઓએ ટ્રસ્ટની આંતરિક ગણતરી સિસ્ટમ, વહીવટી પ્રક્રિયાઓ અને ઘટનાક્રમ અંગે પોતાના નિવેદનો અને સાક્ષી જુબાની આપવી પડશે.
બીજી તરફ, આ ચાર્જશીટ રજૂ થતા જ સ્થાનિક વકીલો અને અયોધ્યા બાર એસોસિએશન દ્વારા ચાર્જશીટના નિરીક્ષણને લઈને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેના બાદ બાર એસોસિએશનના લીગલ પેનલ દ્વારા દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા. કાનૂની નિષ્ણાતોના મતે ચાર્જશીટમાં ગવાહ તરીકે નામ હોવાનો અર્થ એ છે કે તેઓ હવે આરોપી નથી પણ કેસને અદાલતમાં સાબિત કરવા માટે મહત્વના પુરાવા તરીકે તેમની જુબાની લેવાશે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
