તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
ટેક જગતમાં મોટો ઝટકો: આઈબીએમ (IBM) એ કન્સલ્ટિંગ વિભાગમાં એચ-૧બી વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરી
યુએસ વહીવટીતંત્રના કડક ઇમિગ્રેશન નિયમો વચ્ચે દોઢ લાખથી વધુ કર્મચારીઓ ધરાવતા સૌથી મોટા બિઝનેસ યુનિટમાં લેવાયેલા આ મોટા નિર્ણયથી કર્મચારીઓ વિદેશથી કામ કરવા અથવા નોકરી છોડવા મજબૂર બન્યા

ફોસ્ટર સિટી : આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ટેકનોલોજી કંપની ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પ. (IBM) દ્વારા તેના સૌથી મોટા કન્સલ્ટિંગ વિભાગમાં વિવિધ ભૂમિકાઓ માટે ઇમિગ્રેશન સ્પોન્સરશિપ બંધ કરવાનો મોટો અને ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુએસ પ્રશાસન દ્વારા વિઝા કાર્યક્રમો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે તેવા સમયે કંપનીના આ નિર્ણયથી ૧,૫૦,૦૦થી વધુ કર્મચારીઓ ધરાવતા આ મુખ્ય વિભાગમાં કામ કરતા વિદેશી કર્મચારીઓ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
કંપનીના આંતરિક દસ્તાવેજો અને પ્રવક્તાના જણાવ્યા મુજબ, પ્રભાવિત થયેલા કર્મચારીઓ કાં તો અમેરિકાની બહાર રહીને કંપની માટે કામ કરવાનું ચાલુ રાખી શકે છે અથવા તો વર્ષના અંત સુધીમાં નોકરી છોડવાનો વિકલ્પ સ્વીકારી શકે છે.
ટેક ઉદ્યોગની વિદેશી કર્મચારીઓ પરની નિર્ભરતાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે યુએસ સરકારે એચ-૧બી વિઝા અને ગ્રીન કાર્ડ નિયમો વધુ કડક બનાવ્યા છે, જેમાં ઊંચી ફાઇલિંગ ફી અને લોટરી પ્રણાલીમાં બદલાવ જેવા પગલાં સામેલ છે.
અગાઉ પણ વહીવટીતંત્ર દ્વારા માઇક્રોસોફ્ટ અને એડોબ જેવી દિગ્ગજ કંપનીઓ પર વિઝા નિયમોના ઉલ્લંઘન બદલ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આઇબીએમે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.
આગામી સમયમાં ટેક ક્ષેત્રની અન્ય વૈશ્વિક કંપનીઓ પણ પોતાના ઇમિગ્રેશન અને વિઝા સ્પોન્સરશિપ અંગેની નીતિઓમાં મોટા ફેરફારો કરે તેવી પૂરી સંભાવના છે, જેનાથી વિદેશી પ્રતિભાઓની ભરતી પર વ્યાપક અસર પડશે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
