News of Wednesday, 25th November 2026
દિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને મોટો ઝટકો :વચગાળાના જામીન આપવા સુપ્રિમકોર્ટનો ઇનકાર
જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું કે, વચગાળાના જામીનની અરજી પર વિચાર કરતા પહેલા તેઓ પોલીસનું પક્ષ સાંભળશે:સુપ્રીમ કોર્ટે શરજીલ ઈમામની વચગાળાના જામીન અરજીના સંદર્ભમાં દિલ્હી પોલીસને નોટિસ જારી કરી

દિલ્હી રમખાણો સાથે સંકળાયેલા 'વ્યાપક ષડયંત્ર' કેસ અંગે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી જેલમાં બંધ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ માટે મોટો ઝટકો સાબિત થઈ, કારણ કે સુપ્રીમ કોર્ટે હાલ પૂરતું તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. આ આદેશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠ દ્વારા આપવામાં આવ્યો હતો.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે વચગાળાના જામીન માટે વિનંતી કરી, જેના જવાબમાં જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, "આજે નહીં."
દિલ્હી રમખાણો સાથે જોડાયેલા 'વ્યાપક ષડયંત્ર' કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો અને દિલ્હી પોલીસને નોટિસ પાઠવી. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે, વચગાળાના જામીનની અરજી પર વિચાર કરતા પહેલા તેઓ પોલીસનું પક્ષ સાંભળશે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે શરજીલ ઈમામની વચગાળાના જામીન અરજીના સંદર્ભમાં પણ દિલ્હી પોલીસને નોટિસ જારી કરી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
