તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 2nd September 2026
NPSમાં મોટો ફેરફારઃ ૫ કેટેગરીમાં વહેંચાશે સ્કીમ્સ, નવા એકાઉન્ટ પર આપવો પડશે રૂા.૨૦૦ ચાર્જ
૧ ઓક્ટોબર ૨૦૨૬ થી પોઇન્ટ ઓફ પ્રેઝન્સ (PoP) દ્વારા નવું NPS ખાતું ખોલાવવા પર દરેક પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (PRAN) દીઠ ૨૦૦ રૂપિયાની વન-ટાઇમ રજીસ્ટ્રેશન ફી લાગશે

નવી દિલ્હી તા.૨: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં ઇન્વેસ્ટ કરનારા માટે સ્કીમ પસંદ કરવી હવે પહેલા કરતા સરળ થઇ શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ NPSની અલગ-અલગ સ્કીમને કેટેગરાઇઝ કરવા અને તેની સાથે સંકળાયેલી જાણકારી બતાવવા માટે નવું માળખુ લાગુ કર્યું છે.
આ અંતર્ગત રોકાણકારોને કોઈપણ સ્કીમમાં ઇક્વિટી એટલે કે શેરોમાં રોકાણનો હિસ્સો, જોખમ, રિટર્ન, ફી અને બેન્ચમાર્ક જેવી માહિતી એક સમાન રીતે બતાવવામાં આવશે. આ ઉપરાંત, ૧ ઓક્ટોબર ૨૦૨૬ થી પોઇન્ટ ઓફ પ્રેઝન્સ (PoP) દ્વારા નવું NPS ખાતું ખોલાવવા પર દરેક પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (PRAN) દીઠ ૨૦૦ રૂપિયાની વન-ટાઇમ રજીસ્ટ્રેશન ફી લાગશે.
આ રકમ ખાતામાંથી એકસાથે કાપવામાં નહીં આવે. સેન્ટ્રલ રેકોર્ડ કીપિગ એજન્સીઓ (CRA) દર ત્રિમાસિક ગાળામાં ૫૦ રૂપિયાના હિસાબે યુનિટ રદ કરીને આ ફીની વસૂલાત કરશે. ખાતું ખુલવાની પ્રક્રિયા પૂરી થનારા ત્રિમાસિક ગાળાના આગામી મહિનામાં આ રકમ PoP ને આપવામાં આવશે.
PFRDAએ ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જારી સર્ક્યુલરમાં NPS સ્કીમની નવી કેટેગરી નક્કી કરી છે. નવી વ્યવસ્થામાં મુખ્યત્વે શેરોમાં રોકાણની હિસ્સેદારીના આધારે સ્કીમને પાંચ કેટેગરીમાં રાખવામાં આવશે.
કેટેગરી A: ૮૦-૧૦૦% ઇક્વિટી, વેરી હાઇ રિસ્ક
કેટેગરી B: ૬૦-૮૦% ઇક્વિટી, હાઇ રિસ્ક
કેટેગરી C: ૩૫-૬૦% ઇક્વિટી, મીડિયમ રિસ્ક
કેટેગરી D: ૧૦-૩૫% ઇક્વિટી, રિલેટિવલી લો રિસ્ક
કેટેગરી E: ૦-૧૦% ઇક્વિટી, ડેટ-ફંડેડ ઇન્વેસ્ટમેન્ટ
આનાથી ઇન્વેસ્ટર્સને સ્કીમ પસંદ કરવામાં પહેલા એ સમજવામાં સરળતા રહેશે કે તેમના પૈસા શેર માર્કેટમાં કેટલા લગાવી શકાય છે અને તેમાં કેટલું રિસ્ક છે.
નવી વ્યવસ્થામાં કોઇ સ્કીમને બે કેટેગરીની વચ્ચે નહીં રાખી શકાય. ઉદાહરણ તરીકે, કોઇ સ્કીમ એકસાથે કેટેગરી B અને કેટેગરી ઘ્માં સામેલ નહીં થઇ શકે. તેને ચોક્કસ કેટેગરીમાંથી કોઇ એકમાં જ રાખવામાં આવશે. આનાથી અલગ-અલગ NPS સ્કીમની તુલના કરવી સરળ રહેશે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
