તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ઓસ્કાર એવોર્ડ્સ 2027માં મોટો ફેરફાર: એકેડેમીએ બદલ્યા નિયમો, હવે કલાકારોને એક જ શ્રેણીમાં બહુવિધ નોમિનેશન મળવાની મંજૂરી
ઓસ્કારની નવી ગાઈડલાઈન જાહેર: એક જ કલાકાર એક જ કેટેગરીમાં અલગ-અલગ ફિલ્મો માટે નોમિનેટ થઈ શકશે, ફિલ્મ ઉદ્યોગમાં નવા નિયમોની ચર્ચા

લોસ એન્જલસ તા.૨ : એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ દ્વારા ઓસ્કાર એવોર્ડ્સ 2027 માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નવા નિયમ મુજબ હવે કલાકારોને એક જ શ્રેણીમાં બહુવિધ નોમિનેશન મળી શકશે.
અત્યાર સુધીના નિયમો મુજબ કોઈપણ કલાકાર એક જ કેટેગરીમાં માત્ર એક જ વખત નોમિનેટ થઈ શકતો હતો. પરંતુ નવા ફેરફાર બાદ જો કોઈ અભિનેતા, દિગ્દર્શક કે અન્ય કલાકારે એક વર્ષમાં અલગ-અલગ ફિલ્મોમાં શાનદાર કામ કર્યું હશે તો તેને એક જ શ્રેણીમાં એકથી વધુ નોમિનેશન મળી શકશે.
એકેડેમીના આ નિર્ણયને ફિલ્મ ઉદ્યોગમાં આવકાર મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિયમથી કલાકારોની પ્રતિભાને વધુ યોગ્ય રીતે સન્માન મળશે અને સ્પર્ધા વધુ રોમાંચક બનશે. ઓસ્કાર 2027ના આ નવા નિયમોથી એવોર્ડ સમારંભનું સ્વરૂપ બદલાઈ જવાની શક્યતા છે અને હવે એક જ કલાકારની એકથી વધુ ફિલ્મો એક જ કેટેગરીમાં ટક્કર લેતી જોવા મળી શકે છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
