<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

મુંબઈમાં શિયાળાની શરૂઆતથી હવામાનમાં મોટો ફેરફાર:અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ધૂંધળું વાતાવરણ

દરિયાકિનારાના વિસ્તારોમાં વાતાવરણ વધુ ધૂંધળું જોવાયુ:વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને રસ્તા પર અવરજવર કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

મુંબઈ :દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શિયાળાની શરૂઆત થતાં જ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ શહેરના દાદર સહિત અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ધૂંધળું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી.

સવારના સમયે ધુમ્મસની ચાદર છવાઈ જતાં ઊંચી ઇમારતો પણ ધૂંધળી દેખાતી હતી. ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં વાતાવરણ વધુ ધૂંધળું જોવા મળ્યું હતું. જેના કારણે વાહનચાલકોને રસ્તા પર અવરજવર કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે કામ પર જતા લોકો અને વાહનચાલકોએ ઓછી વિઝિબિલિટીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી પડી હતી.

ધુમ્મસની અસરને કારણે સવારના વાહન વ્યવહારની ગતિ પણ ધીમી પડી હતી. શિયાળાની શરૂઆત સાથે મુંબઈના વાતાવરણમાં આવેલા આ બદલાવને કારણે શહેરવાસીઓનું ધ્યાન ખેંચાયું છે. આગામી દિવસોમાં પણ હવામાનમાં કેવા ફેરફાર જોવા મળે છે તેના પર સૌની નજર રહેશે.

(12:10 PM IST)