તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ભાજપમાં મોટા ફેરફાર થશે :રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ટીમમાં 33 ટકા મહિલા પદાધિકારી હશે.
ભાજપ સંગઠનમાં 33% મહિલાઓને સ્થાન આપવાની તૈયારીમાં : આ વ્યવસ્થા સંસદીય બોર્ડથી લઈને સચિવ સ્તર સુધી લાગુ કરાશે

નવી દિલ્હી :ભારતીય જનતા પાર્ટી સંગઠન સ્તરે મોટો રાજકીય સંદેશ આપવા તૈયારીમાં છે. પાર્ટી અધ્યક્ષ નીતિન નવીનની આગેવાની હેઠળ સંગઠનમાં મહિલાઓને 33 ટકા પ્રતિનિધિત્વ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું માત્ર કેન્દ્ર સ્તરે જ નહીં પરંતુ રાજ્યોમાં પણ અમલમાં મૂકવામાં આવશે.
ભાજપે નક્કી કર્યું છે કે:સંસદીય બોર્ડ ,મહાસચિવ સ્તર,ઉપાધ્યક્ષ અને સચિવ પદ
દરેક સ્તરે મહિલાઓને 33% સ્થાન આપવામાં આવશે. સંગઠન મહાસચિવની દેખરેખ હેઠળ આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં અમલમાં આવશે.
નારી વંદન બિલ સંસદમાં પસાર ન થવાના મુદ્દે ભાજપે અન્ય પક્ષોને મહિલા વિરોધી ગણાવવાનો રાજકીય સ્ટેન્ડ લીધો છે. આ પરિસ્થિતિમાં પાર્ટી સંગઠન સ્તરે મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપીને પોતાનું સ્ટેન્ડ મજબૂત બનાવવા માંગે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું ચૂંટણી પહેલા મહિલાઓને આકર્ષવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
હાલમાં ભાજપના ટોચના સંગઠનમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે:સંસદીય બોર્ડમાં માત્ર 1 મહિલા,કોઈ મહિલા મહાસચિવ નથી,ઉપાધ્યક્ષ અને સચિવ પદ પર પણ સંખ્યા ઓછી, રાષ્ટ્રીય કારોબારીમાં 10%થી પણ ઓછી મહિલાઓ
નવી યોજના મુજબ મહિલાઓને આ પ્રમાણે સ્થાન મળશે:12 સભ્યોના સંસદીય બોર્ડમાં 4 મહિલાઓ,7 મહાસચિવમાંથી 2 મહિલાઓ,12 ઉપાધ્યક્ષમાંથી 4 મહિલાઓ,11 સચિવમાંથી 3 મહિલાઓ
ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ:
- આ વખતે રાષ્ટ્રીય કારોબારીમાં મહિલાઓની સંખ્યા 100થી વધુ થશે
- હાલમાં કુલ 396 સભ્યોમાંથી મહિલાઓનો હિસ્સો ખૂબ ઓછો છે
આ બદલાવ પાર્ટીમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
