તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
વિરાટ કોહલીને ટાર્ગેટ કરવાનું મોટું કાવતરું ? જર્મન ઇન્ફ્લુએન્સરના ખુલાસાથી મીડિયા જગતમાં ખળભળાટ
પૈસાની લાલચ આપી પત્રકારો વિરાટ વિરુદ્ધ ઝેર ઓકાવવા માંગતા હતા : લિન્ઝેલનો સનસનીખેજ દાવો

નવી દિલ્હી : ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને લઈને એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. તાજેતરમાં જર્મન ઇન્ફ્લુએન્સર લિન્ઝેલે (Linzele) પત્રકારો પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે, તેને વિરાટ કોહલીની છબી ખરડવા માટે પત્રકારો તરફથી મોટી રકમની ઓફર કરવામાં આવી હતી.
લિન્ઝેલે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ પર કોહલીની એક લાઈક બાદ તેને ઘણા પત્રકારોના ફોન આવ્યા હતા, જેઓ તેને વિરાટ વિરુદ્ધ ખરાબ બોલવા માટે દબાણ કરી રહ્યા હતા. પત્રકારોએ લિન્ઝેલને વિરાટ પર ખોટા આરોપો લગાવવા બદલ પૈસા આપવાની પણ તૈયારી બતાવી હતી, પરંતુ લિન્ઝેલે આ ઓફર ફગાવી દીધી હતી.
ઇન્ફ્લુએન્સરે સ્પષ્ટ કર્યું કે વિરાટ તેનો પ્રિય ખેલાડી છે અને તે માત્ર થોડા પૈસા માટે કોઈની ઇજ્જત સાથે રમત નહીં રમે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
