<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

રેલવે મુસાફરો માટે મોટો નિર્ણય: 27 ઓક્ટોબરથી કાઉન્ટર ટિકિટ પર પણ મળશે મુસાફરી વીમો

સુપ્રીમ કોર્ટે ઓનલાઈન અને ઓફલાઈન મુસાફરોને સમાન વીમા સુરક્ષા આપવાનો આદેશ કર્યો; હાલ ઓનલાઈન ટિકિટ પર 45 પૈસામાં મળે છે રૂ. 10 લાખ સુધીનું કવર

નવી દિલ્હી : ભારતીય રેલવેના સ્ટેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદતા મુસાફરોને પણ હવે મુસાફરી વીમાનો લાભ મળશે. સુપ્રીમ કોર્ટે રેલવે બોર્ડને 27 ઓક્ટોબર, 2026થી કાઉન્ટર પરથી વેચાતી ટિકિટોને ઓનલાઈન ટિકિટની જેમ વીમા સુરક્ષા હેઠળ આવરી લેવાનો આદેશ આપ્યો છે. આદેશના અમલમાં નિષ્ફળતા માટે રેલવે બોર્ડને સીધું જવાબદાર ગણવામાં આવશે. 

 

અત્યાર સુધી કોને મળતો હતો લાભ?

 

હાલ IRCTCની વેબસાઇટ અથવા મોબાઇલ એપ દ્વારા ઓનલાઈન રિઝર્વ ટિકિટ બુક કરાવતા મુસાફરોને વૈકલ્પિક મુસાફરી વીમાની સુવિધા મળે છે. આ વીમા માટે પ્રતિ મુસાફર ટેક્સ સહિત માત્ર 45 પૈસાનું પ્રીમિયમ લેવામાં આવે છે.

 

પરંતુ રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદતા મુસાફરોને આ સુવિધા ઉપલબ્ધ નહોતી. હવે સુપ્રીમ કોર્ટના આદેશથી ઓનલાઈન સુવિધાનો ઉપયોગ ન કરી શકતા અને કાઉન્ટર પરથી ટિકિટ લેતા મુસાફરોને પણ વીમા સુરક્ષાનો લાભ મળશે. 

 

કઈ સ્થિતિમાં કેટલું વળતર મળે?

 

હાલ ઓનલાઈન ટિકિટ માટે ઉપલબ્ધ વીમા યોજનામાં પૉલિસીની શરતો પ્રમાણે અલગ-અલગ વળતરની જોગવાઈ છે:

 

કોર્ટે કાઉન્ટર ટિકિટને ઓનલાઈન ટિકિટ જેવી વીમા સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. જોકે કાઉન્ટર ટિકિટ માટે પ્રીમિયમ કેટલું રહેશે, વીમો મેળવવાની પ્રક્રિયા શું હશે, નૉમિનીની વિગતો કેવી રીતે નોંધાશે અને દાવાની પ્રક્રિયા કેવી રહેશે તેની સંપૂર્ણ સત્તાવાર માહિતી રેલવે દ્વારા જાહેર થવાની બાકી છે.

 

એટલે ‘45 પૈસામાં રૂ. 10 લાખનો વીમો’ હાલની ઓનલાઈન યોજનાની જોગવાઈ છે. કાઉન્ટર ટિકિટ માટે પણ આ જ દર લાગુ થશે કે કેમ તે અંગે રેલવેની અંતિમ માર્ગદર્શિકાની રાહ જોવી જરૂરી છે. 

 

સુપ્રીમ કોર્ટે શા માટે આપ્યો આદેશ?

 

વર્ષ 2023ની ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ રેલવે સલામતીને લગતી અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. કોર્ટનું માનવું હતું કે ડિજિટલ સેવાઓથી વંચિત અથવા આર્થિક રીતે નબળા મુસાફરોને માત્ર કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવાને કારણે વીમા સુરક્ષાથી વંચિત ન રાખી શકાય.

 

આ મામલાની આગામી સુનાવણી 16 નવેમ્બર, 2026ના રોજ થવાની છે. 

(3:18 PM IST)