તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
હવામાન વિભાગની મોટી આગાહી: દિલ્હીમાં યોજાઈ રહેલી બ્રિક્સ સમિટ પર વરસાદી વિઘ્નનો ભય, શનિવાર અને રવિવારે ભારે પવન સાથે વરસાદની શક્યતા
હવામાન ક્ષેત્રે પલટો આવવાની શક્યતાને પગલે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા તાજો રિપોર્ટ જાહેર કરાયો, આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ વચ્ચે વહીવટી એજન્સીઓને સંપૂર્ણ Alert મોડ પર રખાઈ

નવી દિલ્હી:રાજધાની દિલ્હીમાં આયોજિત હાઈ-પ્રોફાઈલ 'બ્રિક્સ શિખર સંમેલન' દરમિયાન હવામાનનો મિાજ બદલાવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અપડેટ અનુસાર, આ સપ્તાહાંત દરમિયાન એટલે કે શનિવાર અને રવિવારના રોજ દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોમાં તીવ્ર પવન સાથે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાનમાં આવી રહેલા આ અચાનક બદલાવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તેમજ વિવિધ સિક્યોરિટી અને વ્યવસ્થાપક એજન્સીઓ સંપૂર્ણપણે સતર્ક બની ગઈ છે. વીવીઆઈપી વૈશ્વિક નેતાઓ અને વિદેશી પ્રતિનિધિઓની હાજરી વચ્ચે વરસાદને કારણે કોઈ વિઘ્ન ન સર્જાય તે માટે વિશિષ્ટ આગોતરા પ્રબંધ હાથ ધરવામાં આવ્યા છે.
IMDના રિપોર્ટ મુજબ, પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે અને તેની સાથે ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. સંમેલન સાથે સંકળાયેલા તમામ મુખ્ય સ્થળો, માર્ગો અને પ્રોટોકોલ રૂટ પર પાણી ભરાવાની કે અન્ય કોઈ તકનીકી સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ડ્રેનેજ અને સુરક્ષા સુવિધાઓની સમીક્ષા કરી જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
