તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
દેશના કરોડો ગિગ કામદારો માટે મોટી પહેલ : કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડની રચના કરી: ડિલિવરી બોય, કેબ ડ્રાઇવર અને ઓનલાઇન પ્લેટફોર્મના કામદારો માટે કલ્યાણકારી યોજનાઓ ઘડવાનો માર્ગ મોકળો

નવી દિલ્હી, તા. ૩૧ : કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રના કામદારો તથા ગિગ અને પ્લેટફોર્મ કર્મચારીઓ માટે રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડની રચનાની સત્તાવાર અધિસૂચના બહાર પાડી છે.
ઓનલાઇન ખાદ્યપદાર્થ પહોંચાડતા ડિલિવરી કર્મચારીઓ, એપ આધારિત ટેક્સીચાલકો અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ મારફત કામ કરતા લાખો લોકોને સામાજિક સુરક્ષાના માળખામાં આવરી લેવાનો આ નિર્ણય છે.
કેન્દ્રીય શ્રમમંત્રીના અધ્યક્ષપદ હેઠળના બોર્ડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, કંપનીઓ, શ્રમિક સંગઠનો તથા કામદારોના પ્રતિનિધિઓનો સમાવેશ થશે. બોર્ડ કલ્યાણકારી યોજનાઓની ભલામણ, દેખરેખ અને સમીક્ષા કરશે. વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ બેઠકો યોજાશે.
જોકે બોર્ડની રચના થવાથી દરેક કામદારને તરત જ પેન્શન, વીમો કે રોકડ સહાય મળવાની શરૂઆત થઈ ગઈ છે એવું નથી. તેના માટે સંબંધિત યોજનાઓ અને પાત્રતાના નિયમો નક્કી થવા જરૂરી છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
