તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
ગ્લાસગોમાં ભારતીય રેસ્ટોરાંની મોટી ભૂલ: નેપકિન પર ભારતનો ખોટો નકશો છપાતા બોક્સર્સે વિરોધ નોંધાવ્યો
કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોની જાણીતી રેસ્ટોરાંમાં ડિનર કરવા પહોંચેલા ભારતીય ખેલાડીઓએ નકશામાંથી નોર્થ-ઈસ્ટ ગાયબ હોવાથી આક્રોશ વ્યક્ત કર્યો

ગ્લાસગો:કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં રિંગની અંદર શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચનાર ભારતીય બોક્સિંગ ખેલાડીઓ ગ્લાસગોની લોકપ્રિય ભારતીય રેસ્ટોરાં 'મિસ્ટર સિંગ્સ ઇન્ડિયા' ખાતે ડિનર કરવા પહોંચ્યા ત્યારે ટેબલ પર રાખેલા નેપકિન પર ભારતનો ખોટો અને વિકૃત નકશો છપાયેલો જોઈને ભડકી ગયા હતા.
સ્ટાર બોક્સર લવલીના બોરગોહેનની નજર નેપકિન પર પડતાં તેને ખ્યાલ આવ્યો કે છપાયેલા નકશામાંથી ભારતનો ઉત્તર-પૂર્વ (નોર્થ-ઈસ્ટ) હિસ્સો સંપૂર્ણપણે ગાયબ છે, જેના કારણે તેણે તાત્કાલિક ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ગંભીર બેદરકારી સામે લવલીનાને ભારતીય બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષ અજય સિંહે પણ ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.
અજય સિંહે આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નેપકિન પરથી નોર્થ-ઈસ્ટ રાજ્ય ગાયબ હોવાની સાથે જમ્મુ-કાશ્મીરનો નકશો પણ ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે, જે કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. તેમણે રેસ્ટોરાં મેનેજમેન્ટ સમક્ષ ત્વરિત આ તમામ નેપકિન હટાવી લેવાની અને ભારતના સચોટ નકશાનો ઉપયોગ કરવાની કડક માંગણી કરી હતી
વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને ભોજનને પ્રોત્સાહન આપતી રેસ્ટોરાં દ્વારા રાષ્ટ્રીય સન્માન અને અખંડિતતા સાથે જોડાયેલા પ્રતીકો પ્રત્યે થયેલી આ મોટી બેદરકારીથી ખેલાડીઓ તેમજ પ્રવાસીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. રેસ્ટોરાં મેનેજમેન્ટે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપી નથી, પરંતુ ભારતીય ડેલિગેશન દ્વારા ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે કડક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
