<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ગુગલ એકાઉન્ટની સુરક્ષાને લઈને મોટા સમાચાર: તમારું જીમેઇલ અન્ય કોઈ વ્યક્તિ વાપરી રહ્યું છે કે નહીં તે જાણવું હવે થયું આસાન, માત્ર બે મિનિટમાં આ રીતે ચેક કરો એક્ટિવ ડિવાઇસિસ અને કરો સાઇન આઉટ

અંગત ફોટોઝ, ડ્રાઈવની ફાઈલો અને બેંકિંગ ડેટા પર તોળાઈ રહેલા જોખમને રોકવા માટે જાણો સુરક્ષાની સરળ ટિપ્સ; શંકાસ્પદ લોગિન ઓળખીને તાત્કાલિક પાસવર્ડ બદલવાની અને ટૂ-સ્ટેપ વેરિફિકેશન એક્ટિવ કરવાની જરૂરિયાત.

મુંબઈ : આજના ડિજિટલ યુગમાં ગૂગલ એકાઉન્ટ માત્ર ઈમેઈલ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેમાં આપણા અંગત ફોટોગ્રાફ્સ, ગૂગલ ડ્રાઈવની અત્યંત મહત્વપૂર્ણ ફાઈલો તેમજ બેંકિંગ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની કડીઓ જોડાયેલી હોય છે. આવા સંજોગોમાં જો કોઈ અજાણી વ્યક્તિ તમારી જાણ બહાર તમારા જીમેલ એકાઉન્ટમાં સેધ મારી દે, તો તમારી અંગત ગોપનીયતા ગંભીર જોખમમાં મુકાઈ શકે છે. જો તમારા જીમેલના 'સેન્ટ' ફોલ્ડરમાં એવા મેઈલ દેખાય જે તમે મોકલ્યા જ નથી અથવા ડ્રાઈવમાં અજાણી ફાઈલો જોવા મળે, તો તે હેકિંગનો સંકેત હોઈ શકે છે.

 

કોઈપણ થર્ડ-પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના તમે તમારા કમ્પ્યુટર કે સ્માર્ટફોન દ્વારા બહુ જ આસાનીથી જાણી શકો છો કે તમારું એકાઉન્ટ ક્યાં-ક્યાં ખુલ્લું છે. કમ્પ્યુટર પર બ્રાઉઝર દ્વારા myaccount.google.com ઓપન કરીને સિક્યોરિટી સેક્શનમાં જઈને 'Manage all devices' પર ક્લિક કરવાથી એ તમામ ફોન કે લેપટોપની યાદી મળી જશે જ્યાં તમારું એકાઉન્ટ એક્ટિવ છે. આ જ રીતે મોબાઈલ ફોનમાં જીમેલ એપના પ્રોફાઇલ આઈકન પર જઈને સુરક્ષા વિભાગમાંથી આ તમામ વિગતો ચકાસી શકાય છે. યાદીમાં જો કોઈ અજાણ્યું ડિવાઇસ કે વિદેશી લોકેશન દેખાય, તો તરત જ તે ડિવાઇસ પર ક્લિક કરીને સાઇન આઉટ બટન દબાવવું જોઈએ.

 

આવી સાયબર સુરક્ષાની જોખમી પરિસ્થિતિથી બચવા માટે સૌથી પહેલાં તમારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ તુરંત બદલી નાખો અને ટુ-સ્ટેપ વેરિફિકેશન (2-Step Verification) અચૂક એક્ટિવ કરો, જેથી તમારી મંજૂરી વગર કોઈ લોગિન ન કરી શકે. આ ઉપરાંત, સિક્યોરિટી સેક્શનમાં જઈને થર્ડ-પાર્ટી એપ્સનું એક્સેસ પણ ચકાસી લેવું હિતાવહ છે.

 

(7:24 PM IST)