તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 2nd June 2026
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ જુલાઈથી સપ્ટેમ્બર સુધી દર સોમવાર અને મંગળવારે સંપૂર્ણપણે બંધ રહેશે
રનવેના સમારકામ અને રીસરફેસિંગ કામગીરીને કારણે ત્રણ મહિના સુધી ફ્લાઈટ ઓપરેશન ખોરવાશે, અંદાજિત ૨ લાખ જેટલા મુસાફરોને સીધી અસર પહોંચશે

શ્રીનગર: જમ્મુ કાશ્મીર આવવા-જવા માંગતા હવાઈ મુસાફરો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગામી ૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર સુધી દર સોમવાર અને મંગળવારે ફ્લાઈટ ઓપરેશન સંપૂર્ણપણે બંધ રહેશે. એરપોર્ટના ડાયરેક્ટર જાવેદ અંજુમે માહિતી આપતા જણાવ્યું હતું કે રનવેના સમારકામ અને રીસરફેસિંગના મોટા પ્રોજેક્ટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ કામગીરી શનિવાર અને રવિવારે કરવાનું આયોજન હતું, પરંતુ હવે તેમાં ફેરફાર કરાયો છે. હાલમાં શ્રીનગર એરપોર્ટ પરથી રોજના ૩૫ થી ૪૦ ફ્લાઈટની અવરજવર થાય છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણ મહિના દરમિયાન અઠવાડિયામાં બે દિવસ એરપોર્ટ બંધ રહેવાથી અંદાજે બે લાખ જેટલા મુસાફરોને તેની સીધી અસર પહોંચશે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
