<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

બંગાળના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર : આગામી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થા (DA) અને સાતમા પગાર પંચ અંગે લેવાશે નિર્ણય

મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી વચ્ચે મોંઘવારી ભથ્થા મુદ્દે ટસલ : રાજ્યના લાખો કર્મચારીઓની આશાઓ હવે આગામી કેબિનેટ બેઠક પર ટકેલી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં સરકારી કર્મચારીઓના લાંબા સમયથી પડતર એવા મોંઘવારી ભથ્થા (DA) અને સાતમા પગાર પંચના અમલીકરણના મુદ્દે હવે ગરમાવો આવ્યો છે. રાજ્ય સરકારની આગામી કેબિનેટ બેઠકમાં આ અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પણ આ બાબતે સરકાર પર દબાણ વધાર્યું છે અને કર્મચારીઓના હિતમાં ત્વરિત જાહેરાત કરવાની માંગ કરી છે.

પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય કર્મચારીઓની સરખામણીએ રાજ્યના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં મોટો તફાવત છે. કર્મચારી સંગઠનો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે અને કોર્ટમાં પણ લડાઈ લડી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અગાઉ આર્થિક તંગીનું કારણ આપીને વિલંબ કર્યો હતો, પરંતુ હવે રાજકીય માહોલ બદલાતા સરકાર નરમ પડે તેવા સંકેત છે.

સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા અને જાહેર સભાઓ દ્વારા સરકારને ઘેરી છે કે જો પડોશી રાજ્યો અને કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું આપી શકતી હોય તો બંગાળ સરકાર કેમ પાછળ છે? તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર બિનજરૂરી ઉત્સવોમાં નાણાં ખર્ચી રહી છે પરંતુ મહેનતુ કર્મચારીઓને તેમનો હક આપતી નથી.

આગામી કેબિનેટ બેઠકમાં નાણાં વિભાગ દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં ૪ ટકાથી ૬ ટકા સુધીના મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત થઈ શકે છે. સાતમા પગાર પંચના બાકી રહેલા અમલીકરણના મુદ્દે પણ ચર્ચા થવાની આશા છે. જો

(9:19 PM IST)