હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
થાણેમાં દેહ વ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ: ભોજપુરી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરતી મહિલાની ધરપકડ
થાણે ક્રાઈમ બ્રાન્ચની માનવ તસ્કરી અને દેહ વ્યાપાર વિરોધી શાખાએ વાગલે એસ્ટેટ વિસ્તારમાં દરોડો પાડીને એક મહિલા દલાલની ધરપકડ કરી :બે પીડિત યુવતીઓને સહીસલામત મુક્ત કરાવી

મહારાષ્ટ્રના થાણે શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે દેહ વ્યાપારના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. થાણે ક્રાઈમ બ્રાન્ચની માનવ તસ્કરી અને દેહ વ્યાપાર વિરોધી શાખાએ વાગલે એસ્ટેટ વિસ્તારમાં દરોડો પાડીને એક મહિલા દલાલની ધરપકડ કરી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે પકડાયેલી આરોપી મહિલા ભોજપુરી ફિલ્મો અને અનેક વેબ સિરીઝમાં કામ કરી ચુકી છે. પોલીસે તેના ચુંગાલમાંથી બે પીડિત યુવતીઓને સહીસલામત મુક્ત કરાવી સુધારગૃહ મોકલી આપી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવેલા હોટેલ સાઈ ટચ રેસ્ટોરન્ટ એન્ડ બાર પાસે દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી હતી. આ ગુપ્ત માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બપોરે અશરોરે જાળ બિછાવીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ફિલ્મો અને વેબ સિરીઝમાં અભિનય કરી ચૂકેલી મહિલા આરોપીને રંગે હાથ ઝડપી લેવામાં આવી હતી. પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી મહિલાએ 'ધ અનવોન્ટેડ ગિફ્ટ', 'જિલ્હા ગ્રીડી' અને અન્ય ભોજપુરી ફિલ્મો ઉપરાંત 'તલબ ઉલ્લુ', 'બંદ દરવાજા' અને 'છૂ લે જરા' જેવી અંદાજે 10 જેટલી જાણીતી વેબ સિરીઝમાં કામ કર્યું છે.
શ્રીનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અનૈતિક વેપાર પ્રતિબંધ અધિનિયમ (PITA) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. મુક્ત કરાવવામાં આવેલી બંને યુવતીઓને સુરક્ષાના ભાગરૂપે સુધારગૃહમાં મોકલી આપવામાં આવી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
