હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th October 2026
રેલવે કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત : હવે પ્રીમિયમ ટ્રેનોમાં ઉચ્ચ વર્ગમાં મુસાફરી કરી શકાશે
રાજધાની, શતાબ્દી અને દુરંતોમાં માત્ર ભાડાનો તફાવત ચૂકવવો પડશે : રેલવે બોર્ડે નવા નિયમો સ્પષ્ટ કર્યા

નવી દિલ્હી:ભારતીય રેલવેના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પાત્ર પરિવારજનો માટે રેલવે બોર્ડે મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે. હવે રેલવે પાસધારકો રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં પોતાની પાત્રતા કરતાં ઉચ્ચ વર્ગમાં મુસાફરી કરી શકશે.
રેલવે બોર્ડના ૩૦ ઓક્ટોબરના આદેશ મુજબ વિશેષાધિકાર પાસ, નિવૃત્તિ બાદ મળતા માનદ પાસ અને વિધવા પાસ ધરાવનારાઓને આ સુવિધાનો લાભ મળશે. ઉચ્ચ વર્ગમાં મુસાફરી કરવા માટે સંપૂર્ણ નવી ટિકિટ ખરીદવાની જરૂર નહીં પડે, પરંતુ બંને વર્ગના ભાડા વચ્ચેનો લાગુ પડતો તફાવત ચૂકવવો પડશે.
રેલવે બોર્ડે રિઝર્વેશન અને ઈ-પાસ વ્યવસ્થામાં જરૂરી ફેરફારો કરવા સૂચના આપી છે. આ સ્પષ્ટતાથી હજારો રેલવે કર્મચારીઓ તથા પેન્શનરોને પ્રીમિયમ ટ્રેનોમાં વધુ આરામદાયક મુસાફરી કરવાની તક મળશે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
