<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

યુક્રેનને મોટી રાહત : અમેરિકાએ ૫૦૦ પેટ્રિયટ મિસાઇલોના વેચાણને મંજૂરી આપી: ૧૭ હજાર કરોડથી વધુનો સંભવિત સોદો : કેનેડા, જર્મની અને નોર્વે ખર્ચ ઉઠાવશે

વોશિંગ્ટન, તા. ૩૧ : રશિયાના સતત હવાઈ હુમલાઓનો સામનો કરી રહેલા યુક્રેન માટે અમેરિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુક્રેનને હવાઈ સંરક્ષણ માટે ઉપયોગી ૫૦૦ પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર મિસાઇલોના ૨.૧ અબજ ડોલરના સંભવિત વેચાણને મંજૂરી આપી છે.

આ ખરીદી માટે કેનેડા, જર્મની અને નોર્વે નાણાકીય સહાય આપશે. અમેરિકાના સરકારી ભંડોળમાંથી સીધો ખર્ચ નહીં થાય. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અગાઉ ચેતવણી આપી હતી કે રશિયાના મિસાઇલ હુમલાઓ સામે રક્ષણ માટે પેટ્રિયટ મિસાઇલોનો જથ્થો ખૂટી રહ્યો છે.

અમેરિકાના વિદેશ વિભાગે આ નિર્ણયને યુરોપની સુરક્ષા અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે. આ વેચાણની મંજૂરી છે.

(9:33 AM IST)