તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
એમેક્સ ક્રેડિટ કાર્ડ યુઝર્સને મોટો આંચકો: રદ કરાયેલા કાર્ડ્સમાંથી લાખો રિવોર્ડ પોઈન્ટ્સ ગાયબ થતાં ખળભળાટ
ટેકનિકલ ખામીને કારણે મહિનાઓ કે વર્ષો પહેલાં બંધ થયેલા ખાતાઓમાં દેખાતા પોઈન્ટ્સ કપાતા ગ્રાહકોના બેલેન્સ નેગેટિવ થયા

નવી દિલ્હી : અમેરિકન એક્સપ્રેસ (Amex) ઇન્ડિયા દ્વારા અચાનક લેવામાં આવેલા એક મોટા પગલાથી ક્રેડિટ કાર્ડ ધારકોમાં ભારે હચમચ મચી ગયો છે. કંપનીએ એવા ગ્રાહકોના ખાતામાંથી લાખો રિવોર્ડ પોઈન્ટ્સ કાપી નાખ્યા છે જેમણે અગાઉ, એટલે કે મહિનાઓ કે વર્ષો પહેલાં પોતાના ક્રેડિટ કાર્ડ્સ રદ કરી દીધા હતા. આ અણધાર્યા ઘટાડાને કારણે ઘણા ગ્રાહકોના રિવોર્ડ બેલેન્સ સીધા નેગેટિવ (ઋણ) થઈ ગયા છે, જેને લઈને સોશિયલ મીડિયા અને ઓનલાઈન ફોરમ પર ચર્ચાઓનું જોર વધી ગયું છે.
આ સમગ્ર મામલો ૯ નવેમ્બરના રોજ પ્રકાશમાં આવ્યો, જ્યારે અનેક અસરગ્રસ્ત ગ્રાહકોએ પોતાના અચાનક બદલાયેલા રિવોર્ડ બેલેન્સના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યું. ગ્રાહકોની ભારે આશ્ચર્ય અને રોષ વચ્ચે Amex એ સ્પષ્ટતા કરી છે કે એક ટેકનિકલ ખામી અથવા સમસ્યાને કારણે કાર્ડ રદ થયા પછી મળતી ૩૦ દિવસની નિર્ધારિત સમયમર્યાદા પૂરી થઈ ગયા બાદ પણ આ પોઈન્ટ્સ ગ્રાહકોના ખાતામાં દેખાતા રહ્યા હતા.
કંપનીએ ૯ નવેમ્બરના રોજ અસરગ્રસ્ત ગ્રાહકોને મોકલેલા ઈમેલમાં જણાવ્યું હતું કે આ પોઈન્ટ્સ વાસ્તવમાં રિડીમ કરવા માટે પાત્ર જ નહોતા, પરંતુ ટેકનિકલ ગ્લિચના કારણે સિસ્ટમમાં જળવાઈ રહ્યા હતા. હવે આ ટેકનિકલ સમસ્યાને ઉકેલી લેવામાં આવી છે અને કંપનીના વર્તમાન નિયમો તેમજ શરતો મુજબ તમામ રિવોર્ડ બેલેન્સમાં જરૂરી સુધારો (એડજસ્ટમેન્ટ) કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકોને આ મોટો આઘાત સહન કરવો પડ્યો છે.
આ ઘટના બાદ હવે નાણાકીય નિષ્ણાતો અને ગ્રાહકો દ્વારા ક્રેડિટ કાર્ડ કંપનીઓની ટેકનિકલ સિસ્ટમ અને પારદર્શિતા સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં અસરગ્રસ્ત ગ્રાહકો ગ્રાહક સુરક્ષા મંચ અથવા આરબીઆઈ સમક્ષ આ મામલે રજૂઆત કરે તેવી સંભાવના છે, જ્યારે Amex દ્વારા પણ આવા ગ્લિચ ભવિષ્યમાં ન સર્જાય તે માટે પોતાની ડિજિટલ અને બેકિંગ પ્રક્રિયાઓ વધુ મજબૂત બનાવવામાં આવશે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
