હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇનોડેટામાં મોટો આંચકો: ૯૦% કર્મચારીઓની રાતોરાત છટણીથી હડકંપ : મેટાએ પ્રોજેક્ટ પાછો ખેંચતા આઉટસોર્સિંગ સેક્ટરમાં ખળભળાટ
આઉટસોર્સિંગ દિગ્ગજ ઇનોડેટા ઇન્ડિયા દ્વારા અચાનક કરાયેલી મોટાપાયે છટણીથી ભારત, યુએસ અને ફિલિપાઇન્સના સેંકડો કર્મચારીઓ બેરોજગાર : રેડિટ પર કર્મચારીઓએ આપવીતી વર્ણવી મીટિંગમાં મ્યૂટ કરી સિસ્ટમ બ્લોક કરી દેવાયાના ગંભીર આક્ષેપો કર્યા

નવી દિલ્હી : આઇટી અને આઉટસોર્સિંગ જગતમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં આઉટસોર્સિંગ કંપની ઇનોડેટા ઇન્ડિયાએ તેના અંદાજે ૯૦ ટકા કર્મચારીઓને રાતોરાત નોકરીમાંથી છૂટા કરી દીધા છે. પ્રભાવિત કર્મચારીઓ દાવો કરી રહ્યા છે કે સોશિયલ મીડિયા જાયન્ટ 'મેટા' દ્વારા તેમનો મુખ્ય પ્રોજેક્ટ અચાનક પાછો ખેંચી લેવામાં આવતા કંપની આર્થિક દબાણમાં આવી ગઈ હતી અને તેણે આ કડક પગલું ભરવું પડ્યું હતું. આ અણધારી કાર્યવાહીના કારણે ભારત સહિત યુએસ અને ફિલિપાઇન્સમાં કામ કરતા સેંકડો કર્મચારીઓનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે.
છટણીની આ પ્રક્રિયા એટલી ઝડપી અને ક્રૂર હતી કે કર્મચારીઓને સંભળવાનો કે વિચારવાનો પણ મોકો મળ્યો ન હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પ્રોસેસ એનાલિસ્ટે ખુલાસો કર્યો કે તમામ કર્મચારીઓને તાત્કાલિક એક ઇમરજન્સી એચઆર (HR) મીટિંગમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં કોઈ પણ પૂર્વ સૂચના વગર તેમને પ્રોજેક્ટ પૂરો થવાનું કહીને નોકરીમાંથી હટાવી દેવાની જાહેરાત કરાઈ હતી. વિરોધ કે સવાલો ન થાય તે માટે મીટિંગ દરમિયાન કર્મચારીઓના માઇક મ્યૂટ કરી દેવામાં આવ્યા હતા અને એક કલાકની અંદર જ તેમની માઇક્રોસોફ્ટ ઓફિસ તેમજ તમામ વર્ક સિસ્ટમ્સની એક્સેસ કાયમ માટે છીનવી લેવામાં આવી હતી.
સિસ્ટમ બ્લોક થઈ જતાં ગભરાયેલા અને લાચાર કર્મચારીઓએ એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે વ્હોટ્સએપનો સહારો લીધો હતો, જ્યાં થોડી જ વારમાં સેંકડો પીડિતો જોડાઈ ગયા હતા. કેટલાક કર્મચારીઓના પે-રોલમાં ૨૬ ઓક્ટબરને તેમનો અંતિમ દિવસ દર્શાવીને વ્યક્તિગત ઇમેઇલ પર ટર્મિનેશન લેટર મોકલી આપવામાં આવ્યા હતા. આ મામલે હજુ સુધી ઇનોડેટા કે મેટા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ આઉટસોર્સિંગ ઉદ્યોગમાં ક્લાયન્ટ પરની વધુ પડતી નિર્ભરતા સામે મોટા સવાલો ખડા કરી દીધા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
