તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
NEET-UG પેપર લીક કેસમાં CBIને મોટી સફળતા : માસ્ટરમાઈન્ડ પી.વી. કુલકર્ણીની પૂણેથી ધરપકડ
પી.વી. કુલકર્ણી વ્યવસાયે પૂણેમાં કેમિસ્ટ્રી લેક્ચરર :CBI હવે કુલકર્ણીના રિમાન્ડ મેળવી પૂછપરછ કરશે:NTA ના અન્ય કોઈ અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ કરશે

નવી દિલ્હી :દેશભરમાં ચકચાર મચાવનાર NEET-UG પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક મોટી સફળતા મેળવી છે. તપાસ એજન્સીએ આ કૌભાંડના કથિત માસ્ટરમાઈન્ડ પી.વી. કુલકર્ણીની પૂણેથી ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ પેપર લીક પ્રોસેસના અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
મળતી માહિતી મુજબ, ધરપકડ કરવામાં આવેલો પી.વી. કુલકર્ણી વ્યવસાયે પૂણેમાં કેમિસ્ટ્રી લેક્ચરર છે. તપાસમાં બહાર આવ્યું છે કે તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની પરીક્ષા પ્રક્રિયાના અમુક તબક્કાઓમાં સીધી કે આડકતરી રીતે સામેલ હતો. તેના આ પદનો દુરુપયોગ કરીને તેણે પેપર લીક કરવાનું આખું નેટવર્ક ગોઠવ્યું હોવાનો આક્ષેપ છે.
CBI ઘણા સમયથી આ કેસમાં કડીઓ જોડી રહી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં કુલકર્ણીનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું હતું. કુલકર્ણીની ભૂમિકા માત્ર પેપર મેળવવા પૂરતી જ નહીં, પરંતુ તેને ચોક્કસ નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં પણ મહત્વની હતી.
CBI હવે કુલકર્ણીના રિમાન્ડ મેળવીને તેની પૂછપરછ કરશે. આ તપાસ દરમિયાન NTA ના અન્ય કોઈ અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ ધરપકડથી નીટ (NEET) પરીક્ષાની પારદર્શિતા સામે ઉઠેલા સવાલોમાં વધુ તથ્યો સામે આવશે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
