<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

જમ્મુ-કાશ્મીરના ડોડામાં સુરક્ષા દળોને મોટી સફળતા: લશ્કર-એ-તોયબાના આતંકીનો કોહવાયેલો દેહ અને અમેરિકન M4 કાર્બાઈન રાઈફલ જપ્ત!

અફઘાન યુદ્ધમાં વપરાતી હાઈટેક M4 એસોલ્ટ રાઈફલ તાલિબાન વાટે પાકિસ્તાની આતંકીઓ સુધી પહોંચ્યાનો ખુલાસો: SOG, રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPFના સંયુક્ત ઓપરેશનમાં પર્દાફાશ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમાં સુરક્ષા દળોને સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી છે. લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા એક પાકિસ્તાની આતંકવાદીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) અને CRPF ની સંયુક્ત ટીમ દ્વારા ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન આ સફળતા મળી હતી.

 

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મૃતક આતંકવાદી પાસેથી નાઈટ વિઝન ક્ષમતા ધરાવતી આધુનિક M4 એસોલ્ટ રાઈફલ પણ મળી આવી છે. 1980ના દાયકાની આ હળવી અને ગેસ-સંચાલિત M4 રાઈફલનો ઉપયોગ અમેરિકન સેના અને નાટો દળો દ્વારા અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન શહેરી સંઘર્ષોમાં વ્યાપકપણે કરવામાં આવતો હતો.

 

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોના પાછા હટ્યા બાદ આ ઘાતક હથિયારો તાલિબાનના કબ્જામાં ગયા હતા. ત્યારબાદ કાળાબજાર અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ મારફતે આ M4 રાઈફલ્સ પાકિસ્તાની આતંકવાદીઓના હાથમાં પહોંચી છે. સરહદ પારથી કાશ્મીરમાં ઘૂસણખોરી કરતી વખતે આતંકીઓ ભારતીય સુરક્ષા દળો સામે લડવા માટે આ પ્રકારના અત્યાધુનિક હથિયારો સાથે લાવતા હોવાનું સામે આવ્યું છે.

 

(11:59 PM IST)