તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
નેપાળમાં મોટી દુર્ઘટના : મુસાફરોથી ભરેલી ઇલેક્ટ્રિક વાન 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી 10 લોકોનાં મોત : પાંચ લોકો ઘાયલ
ભીમફેદી ગામપાલિકા-6 વિસ્તારમાં ચિસાપાની ગઢી નજીક મધેશ પ્રદેશ 03-001 જ 0880 નંબરની ઇલેક્ટ્રિક વાન કાઠમંડુથી સર્લાહી તરફ જતી હતી ત્યારે ભીમફેદી-કુલેંખાની-કાઠમંડુ માર્ગ પર ચિસાપાની ગઢી પાસે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો

નેપાળના મકવાનપુર જિલ્લામાં ગુરુવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી ઇલેક્ટ્રિક વાન (EV) અચાનક બેકાબૂ બનીને રસ્તાથી આશરે 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, અકસ્માત ભીમફેદી ગામપાલિકા-6 વિસ્તારમાં આવેલા ચિસાપાની ગઢી નજીક થયો હતો. મધેશ પ્રદેશ 03-001 જ 0880 નંબરની ઇલેક્ટ્રિક વાન કાઠમંડુથી સર્લાહી તરફ જઈ રહી હતી. આ દરમિયાન ભીમફેદી-કુલેંખાની-કાઠમંડુ માર્ગ પર ચિસાપાની ગઢી પાસે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે વાન રસ્તા પરથી નીચે આશરે 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.
અકસ્મત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચેય લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. વાનમાં કેટલા મુસાફરો સવાર હતા અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
