News of Tuesday, 1st September 2026
નેપાળના વિનાશક પૂર પછી બિહાર એલર્ટ: અજાણી કે અસામાન્ય માછલી ન ખાવા સરકારની કડક ચેતવણી, વેચાણથી પણ દૂર રહેવા અપીલ
લોકોને પૂરનાં પાણીમાંથી પકડાયેલી અજાણી અથવા અસામાન્ય માછલી ખરીદવા, વેચવા કે ખાવાથી હાલ દૂર રહેવા જણાવ્યું

પટના:નેપાળમાં સર્જાયેલી વિનાશક પૂરની અસર વચ્ચે બિહાર સરકારે નદીઓ અને પૂરનાં પાણીમાંથી મળતી અજાણી તથા અસામાન્ય માછલીઓ અંગે જાહેર ચેતવણી બહાર પાડી છે.
બિહારના પશુ અને મત્સ્ય સંસાધન વિભાગે લોકોને પૂરનાં પાણીમાંથી પકડાયેલી અજાણી અથવા અસામાન્ય માછલી ખરીદવા, વેચવા કે ખાવાથી હાલ દૂર રહેવા જણાવ્યું છે.
પૂર દરમિયાન નદીનું પાણી ગટર, મૃત પશુઓ, કચરો અને અન્ય પ્રદૂષિત પદાર્થોના સંપર્કમાં આવી શકે છે. આવા પાણીમાં રહેલી માછલીઓમાં બેક્ટેરિયા, વાયરસ અથવા અન્ય રોગકારક જીવાણુઓનો ચેપ લાગવાની શક્યતા રહે છે અને તેને ખાવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે.
સરકારે ખાસ કરીને ઓળખ ન થઈ શકે તેવી અથવા સામાન્ય રીતે સ્થાનિક નદીઓ અને જળાશયોમાં ન દેખાતી માછલીઓથી દૂર રહેવા જણાવ્યું છે. પાણીની સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
