તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
બિહાર કોંગ્રેસ આકરા પાણીએ : 29 નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારી
આ નોટિસમાં સંબંધિત નેતાઓને 72 કલાકની અંદર લેખિત સમજૂતી રજૂ કરવાની તાકીદ

બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને અનુશાસનહીનતા બદલ 29 નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી 8 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ પાસે બિહાર પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સામે આયોજિત વિરોધ પ્રદર્શનમાં તેમની ભાગીદારીના સંદર્ભમાં કરવામાં આવી હતી. બિહાર પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિના અધ્યક્ષ કપિલદેવ પ્રસાદ યાદવ દ્વારા જારી કરાયેલી આ નોટિસમાં સંબંધિત નેતાઓને 72 કલાકની અંદર લેખિત સમજૂતી રજૂ કરવાની તાકીદ કરાઈ છે
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
