તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Tuesday, 23rd June 2026
સોનાની નિકાસમાં અબજોની ‘માયાજાળ’: રાજેશ એક્સપોર્ટ્સ પર EDની ત્રાટકયુ : રોકાણકારોમાં ફફડાટ
દેશના કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસમાં સેબી બાદ હવે ઇડીએ મોરચો સંભાળ્યો: બેંગલુરુ સહિતના અગ્રણી ઠેકાણાઓ પર તપાસનો ધમધમાટ

બેંગલુરુ: દેશની સૌથી મોટી સોનાની નિકાસકાર કંપનીઓમાં સામેલ ‘રાજેશ એક્સપોર્ટ્સ’ની મુશ્કેલીઓ હવે આસમાને પહોંચી ગઈ છે. બજાર નિયમનકાર સેબી ના આંચકાજનક ખુલાસા બાદ, હવે આ મામલામાં EDએ પણ એન્ટ્રી કરી લીધી છે. મંગળવાર વહેલી સવારથી જ ED ની ટીમોએ કંપનીના હોમ ગ્રાઉન્ડ બેંગલુરુ સહિત દેશભરમાં ફેલાયેલા અનેક પરિસરો પર એકસાથે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. આ આખી કાર્યવાહી ભારતીય કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા કથિત કૌભાંડોમાંના એક, એટલે કે ₹15.15 લાખ કરોડના શંકાસ્પદ વ્યવહારો અને હિસાબી ગેરરીતિઓ સાથે જોડાયેલી છે.
આ વિવાદની શરૂઆત આ મહિનાની શરૂઆતમાં થઈ જ્યારે સેબીએ તેના 109 પાનાના વચગાળાના આદેશમાં સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો. સેબીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021 થી 2025 વચ્ચે કંપનીએ તેની વિદેશી પેટાકંપનીઓ, ખાસ કરીને સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત 'વેલકેમ્બી' દ્વારા મેળવેલી આવકમાં મોટો ગોલમાલ કર્યો છે. આરોપ છે કે કંપનીએ કાગળ પર જે આંકડા બતાવ્યા તે વાસ્તવિક ઓડિટ રિપોર્ટ સાથે બિલકુલ મેચ થતા નથી. સેબીએ પ્રાથમિક તપાસમાં શોધી કાઢ્યું કે કંપનીએ બતાવેલી કુલ નિકાસના લગભગ 99% ભાગ એટલે કે ₹15.15 લાખ કરોડ માત્ર નકલી કે ઓવરસ્ટેટેડ (વધારીને બતાવેલી) આવક હોઈ શકે છે, જેના કારણે પ્રમોટર રાજેશ મહેતા પર બજારમાં ટ્રેડિંગ કરવા માટે પહેલેથી જ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
ED ના આ તાજા દરોડાની સીધી અને મોટી અસર આગામી દિવસોમાં શેરબજાર પર જોવા મળી શકે છે. રસપ્રદ વાત એ છે કે, સેબીના આદેશ બાદ જૂનના શરૂઆતી દિવસોમાં આ શેર 30% કરતાં વધુ તૂટ્યો હતો, પરંતુ તાજેતરમાં જ તેમાં લોઅર લેવલથી અચાનક 40% નો જોરદાર ઉછાળો પણ જોવા મળ્યો હતો. મંગળવારે બજાર નરમ હોવા છતાં આ શેરમાં અપર સર્કિટ વાગી હતી. પરંતુ હવે જ્યારે કેન્દ્રીય તપાસ એજન્સી ED એ આ મામલે પકડ મજબૂત કરી છે, ત્યારે બુધવારના ટ્રેડિંગ સત્રમાં રોકાણકારો ભારે ગભરાટ નો સામનો કરી શકે છે અને શેરના ભાવમાં ફરી મોટો કડાકો બોલાઈ શકે છે. બીજી તરફ કંપની અને તેના પ્રમોટરે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને એક 'એકાઉન્ટિંગ એરર' ગણાવી છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
