તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
પ્રમુખસ્વામી મહારાજના જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સનાતન સંસ્કૃતિનું ગૌરવગાનઃ ૫. પૂ. મહંત સ્વામી મહારાજને ૯૩મી જન્મજયંતીના અવસરે લંડનના Ovo અરીના વેમ્બલી ખાતે બહુમાનપત્ર અર્પણ કરાયું : એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવીઃ ૨૦૨૬માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા બીએપીએસ સંસ્થાને બે રેકોર્ડ એનાયત

લંડન તા.૬: પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન પર ૧૩ ગ્રંથોમાં વિસ્તરેલા, ૮,૮૪૮ પાનાં અને ૨૧,૪૬,૪૪૭ શબ્દો પરાવતા બૃહદ્ જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ
દ્વારા એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.સંસ્કૃતના વિદ્વાન અને પીએચ. ડી. એવા આદર્શજીવનદાસ સ્વામી દ્વારા લખાયેલું 'બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ વિસ્તૃત જીવનચરિત્ર' બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી
પ્રદાનનું આલેખન કરે છે. મહારાજના (૧૯૨૧-૨૦૧૬) ૯૪ વર્ષના અસાધારણ જીવન અને તેમના ચિરંજીવ આ જીવનચરિત્રમાં પ્રમુખસ્વામી મહારાજના ૧૯૨૧માં થયેલા જન્મથી લઈને ૨૦૧૬માં થયેલા અક્ષરધામગમન સુધીની જીવનયાત્રા આલેખવામાં આવી છે. તેમાં તેમનું આધ્યાત્મિક નેતૃત્વ, નમ્રતા, નિઃસ્વાર્થ સેવા અને ભક્તિ તથા વિશ્વભરમાં કરેલાં વ્યાપક સેવાકાર્યોનું દસ્તાવેજી કરણ કરવામાં આવ્યું છે. જુલાઈ ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૨૦ સુધીના ૩૮ મહિનાના ગહન સંશોધન અને લેખન દ્વારા આ ગ્રંથશ્રેણી તૈયાર કરવામાં આવી હતી.
લંડનનાOVO અરીના વેમ્બલી ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ૯૩મી જન્મજયંતીની ઉજવશી દરમિયાન રવિવારે તેમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. અરીનામાં ઉપસ્થિત ૧૧,૦૦૦ લોકો તથા વિશ્વભરમાં લાઈવ વેબકાસ્ટ દ્વારા જોડાયેલા બીજા લાખો લોકો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા.
પ્રમાણપત્ર અર્પણ કરનાર ગિનીસ વર્લ્ડ રેકોડર્સના વરિષ્ઠ નિર્ણાયક કાર્લ સેવિલે જણાવ્યું હતું કે ‘‘એક જ લેખક દ્વારા લખાયેલા સૌથી વિસ્તૃત જીવનચરિત્ર માટે આજે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ વતી આ પ્રમાણપત્ર અર્પણ કરવું
મારા માટે ખરેખર આનંદ, સૌભાગ્ય અને સન્માનની બાબત છે. ‘‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનો એક બ્રાન્ડ તરીકે મુખ્ય ઉદ્દેશ વિશ્વભરની અદ્ભુત સિદ્ધિઓનું દસ્તાવેજીકરણ કરવાનો અને એવી અનોખી તથા વિશિષ્ટ સિદ્ધિઓને લોકો સમક્ષ મૂકવાનો છે, જે આજ સુધી પૃથ્વી પર અન્ય કોઈએ હાંસલ કરી નથી. આથી, સમગ્ર જીવનનું દસ્તાવેજીકરણ કરતી આ વિશિષ્ટ રેકોર્ડ સિદ્ધિ સાથે તેનો ગહન સંબંધ છે.''
‘‘આ જીવનચરિત્રના લેખક કરતાં આ સિદ્ધિ અંગે લેખક આદર્શજીવનદાસ સ્વામીએ જણાવ્યું: જેમનું જીવનચરિત્ર લખાયું છે તેમનું મહત્ત્વ અનંતગણું વધારે છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું
જીવન ગહન આપ્યાત્મિક્તા, અપાર નમ્રતા અને વૈશ્વિક સંવાદિતા, કરુણા તથા સહાનુભૂતિ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાથી સભર હતું. તેમના દિવ્ય જીવન અને ચિરંજીવ પ્રદાનનું આલેખન કરવું મારા માટે સન્માન અને સૌભાગ્યની બાબત હતી.
કલ્યાણ માટે સમર્પિત જીવનનો આ જીવનચરિત્ર અસાધારણ સાહિત્યિક વ્યાપનો રેકોર્ડ હોવા ઉપરાંત આધ્યાત્મિકતા, સેવા અને અન્યના વિશાળ ઐતિહાસિક દસ્તાવેજસંગ્રહ છે. તે વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યને સંરક્ષિત કરે છે. આ ગ્રંથશ્રેણીના વિવિધ ગ્રંથોની ૩,૧૦,૦૦૦થી વધુ નકલોનું વેચાણ થઈ ચૂક્યું છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
