<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ભાજપે ૭ મોરચા પ્રભારીઓનું કર્યુ એલાનસતીશ પુનિયાને ST-હરીશ દ્વિવેદીને સોંપાઈ યુવા મોરચાની જવાબદારી

ભાજપનો મેગા પ્‍લાન તૈયારઃ સંગઠનને મજબૂત કરવા રાષ્‍ટ્રીય ટીમની જાહેરાતઃ સ્‍મળતિ ઈરાની રાષ્‍ટ્રીય મહામંત્રી જ્‍યારે ડો.હેમાંગ જોશીને યુવા મોરચાની કમાન : અનુભવી ચહેરાઓ અને યુવા નેતળત્‍વના સમન્‍વય સાથે ભાજપે આગામી ચૂંટણીઓ માટે સંગઠનને ધારદાર બનાવ્‍યું: દિગ્‍ગજોને મહત્‍વની જવાબદારી સોપાઈ : મહિલા મોરચાના પ્રભારીઃ ડી. પુરંદેશ્વરી યુવા મોરચાના પ્રભારીઃ હરીશ દ્વિવેદી ઓબીસી મોરચાના પ્રભારીઃ વૈજયંત પાંડા એસસી મોરચાના પ્રભારીઃ સંજય ભાટિયા એસટી મોરચાના પ્રભારીઃ સતીશ પુનિયા ખેડૂત (કિસાન) મોરચાના પ્રભારીઃ લાલ સિંહ આર્ય લઘુમતી મોરચાના પ્રભારીઃ ગજેન્‍દ્ર પટેલ

નવી દિલ્‍હી, તા.૧૦: ભારતીય જનતા પાર્ટીએ આગામી ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને પોતાના સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવા માટે નવી રાષ્‍ટ્રીય ટીમ અને વિવિધ મોરચાના પ્રભારીઓની સત્તાવાર જાહેરાત કરી છે. પાર્ટી પ્રમુખ નીતિન નવીન દ્વારા જાહેર કરાયેલી આ નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ મહત્‍વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

નિયુક્‍ત કરાયેલા આ તમામ પ્રભારીઓ પોતપોતાના મોરચાનો હવાલો સંભાળીને રાજ્‍યોમાં કારોબારી સમિતિઓની રચના, રાજ્‍ય પ્રભારીઓની નિમણૂક અને ફ્રન્‍ટ ટીમો તૈયાર કરવાની પ્રક્રિયામાં મદદ કરશે. આ તમામ પ્રભારીઓને સંબંધિત મોરચાના રાષ્‍ટ્રીય પ્રમુખો સાથે ચર્ચા કરીને આ કાર્ય શીઘ્ર શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, અગાઉ જાહેર કરાયેલા મુખ્‍ય સંગઠનાત્‍મક મોરચાના રાષ્‍ટ્રીય પ્રમુખોમાં ગુજરાતના લોકસભા સાંસદ ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચાની કમાન સોંપવામાં આવી છે. જ્‍યારે રૂપ કુમારી ચૌધરીને મહિલા મોરચો, બંસીલાલ ગુર્જરને કિસાન મોરચો, અમરપાલ મૌર્યને ઓબીસી મોરચો, શિવેશ કુમાર રામને અનુસૂચિત જાતિ મોરચો, મન્નાલાલ રાવતને એસટી મોરચો અને કુંવર બાસિત અલીને લઘુમતી મોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

રાષ્‍ટ્રીય સ્‍તરે અન્‍ય મહત્‍વપૂર્ણ હોદ્દાઓ પર પૂર્વ કેન્‍દ્રીય મંત્રી સ્‍મળતિ ઈરાનીને રાષ્‍ટ્રીય મહામંત્રી, વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશના પ્રભારી સાથે રાષ્‍ટ્રીય મહામંત્રી, સુનિલ બંસલને રાષ્‍ટ્રીય મહામંત્રી અને બી.એલ. સંતોષને રાષ્‍ટ્રીય મહામંત્રી (સંગઠન) તરીકે યથાવત રાખવામાં આવ્‍યા છે. તરુણ ચુઘને ભાજપના કેન્‍દ્રીય કાર્યાલયના પ્રભારી, સંદીપ પાઠકને રાષ્‍ટ્રીય સચિવ અને સંબિત પાત્રાને ઉત્તરપૂર્વ સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપની આ નવી સંગઠનાત્‍મક ટીમ સોશિયલ મીડિયા અને ચૂંટણી વ્‍યવસ્‍થાપન પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે. ઉત્તર પ્રદેશ, મધ્‍યપ્રદેશ, ગુજરાત અને પંજાબ જેવા રાજ્‍યોને ધ્‍યાનમાં રાખીને બૂથ સ્‍તરે સંગઠનને મજબૂત કરવા અને કાર્યકરોને સક્રિય કરવાની રણનીતિ પર કામ શરૂ કરી દેવામાં આવ્‍યું છે.

(3:35 PM IST)