<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ભાજપે ગુરુપૂર્ણિમાથી દેશભરમાં "સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજ સમરસતા સંકલ્પ અભિયાન"નો કર્યો પ્રારંભ, 650મી જન્મજયંતિ સુધી ચાલશે 7 મહિનાનું અભિયાન

વારાણસીથી 131 કલશમાં માટી લઈને દેશવ્યાપી યાત્રા, 21,000 સ્થળે કલશ વંદના અને 51,000 મંદિરોમાં દીપમાલા, દલિત સમાજમાં સંપર્ક સાધવા ભાજપની મોટી પહેલ

નવી દિલ્હી તા.૨૯ : ભારતીય જનતા પાર્ટીએ ગુરુપૂર્ણિમાના પાવન દિવસથી દેશભરમાં "સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજ સમરસતા સંકલ્પ અભિયાન"નો પ્રારંભ કર્યો છે. આ અભિયાન સંત ગુરુ રવિદાસની 650મી જન્મજયંતિને સમર્પિત છે અને 29 જુલાઈ 2026 થી 20 ફેબ્રુઆરી 2027 સુધી 7 મહિના સુધી ચાલશ

ભાજપ સાંસદ તરુણ ચુગે પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં આ અભિયાનની જાહેરાત કરી હતી.

28 જુલાઈના રોજ વારાણસીના સીર ગોવર્ધનપુર ખાતે ગુરુ રવિદાસના જન્મસ્થળેથી 131 કલશમાં માટીની પૂજા કરવામાં આવી. 29 જુલાઈએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં આ 131 કલશની દેશવ્યાપી યાત્રાને ફ્લેગઓફ કરવામાં આવી. આ કલશ દેશના દરેક રાજ્ય અને જિલ્લામાં પહોંચશે. 29 જુલાઈથી 10 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 21,000 સ્થળોએ કલશ વંદનાના કાર્યક્રમો યોજાશે. 29 જુલાઈથી દેશભરના 51,000 મંદિરોમાં કાર્યક્રમો યોજાશે. રાત્રે તમામ સ્થળોએ ગુરુ રવિદાસના સન્માનમાં દીવા પ્રગટાવવામાં આવશે. સાથે જ ગંગા ઘાટ પર ઐતિહાસિક દીપમાલાનું આયોજન પણ થશે.131 કલશની યાત્રા પંજાબના જલંધરથી શરૂ થઈને વારાણસી ખાતે સમાપ્ત થશે

ભાજપના નેતાઓએ કહ્યું કે આ અભિયાનનો હેતુ ગુરુ રવિદાસના સમાનતા અને સમરસતાના સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવાનો છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ અભિયાન યુપી અને પંજાબમાં રવિદાસિયા સમાજ સહિતના દલિત મતદારો સુધી પહોંચવા માટેની મોટી પહેલ છે. યુપીમાં દલિત વસ્તી લગભગ 21% અને પંજાબમાં લગભગ 32% છે. 

(4:37 PM IST)