<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ભાજપને ૧૭૭-૨૧૫ સીટ અને સપાને સમાજવાદી પાર્ટીને ૧૬૦-૨૦૨ મળવાનું અનુમાન

ઉત્તર પ્રદેશમાં આજે ચૂંટણી થાય તો કોની બને સરકાર ? સર્વેમાં આવ્‍યું ચોંકાવનારું તારણ આરએલડીને ૧૦ સીટ મળવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. જો કોંગ્રેસ અને સપા મળીને ગઠબંધનમાં ચૂંટણી લડે તો ચિત્ર બદલાઈ શકે છે

લખનઉ તા.૨૬: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને થોડા મહિનાની વાર છે પરંતુ રાજ્‍યમાં અત્‍યારથી જ રાજકીય માહોલ જામવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્‍યમાં મુખ્‍ય મુકાબલો ભાજપના નેતૃત્‍વ હેઠળની એનડીએ અને સપા-કોંગ્રેસવાળા I.N.D.I.A ગઠબંધન વચ્‍ચે થશે.  આ દરમિયાન એક સર્વે સામે આવ્‍યો છે.

જેમાં જો આજે ચૂંટણી થાય તો ભાજપ ભલે સરકાર બનાવે પણ તેની મુશ્‍કેલી વધી શકે છે. સર્વેમાં ભાજપને ૧૭૭-૨૧૫ સીટ અને સમાજવાદી પાર્ટીને ૧૬૦-૨૦૨ સીટ મળવાનું અનુમાન છે. આરએલડીને ૧૦ સીટ મળવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. જો કોંગ્રેસ અને સપા મળીને ગઠબંધનમાં ચૂંટણી લડે તો ચિત્ર બદલાઈ શકે છે.

સર્વે અનુસાર સપા અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તો I.N.D.I.A ગઠબંધનની સરકાર બની શકે છે. તેમને ૧૭૪-૨૧૯ સીટ મળી શકે છે. જોકે કે એનડીએને પણ ૧૮૧-૨૨૬ સીટ આપવામાં આવી છે. બસપા એક સીટ જીત શકે છે. ૪૦૩ બેઠક ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બહુમતનો આંકડો ૨૦૨ છે.  આ ઑપિનિયન પોલ ૧૫ ઓક્‍ટોબરથી ૨૩ નવેમ્‍બર વચ્‍ચે કરવામાં આવ્‍યો હતો.

સર્વે અનુસાર ભાજપને ૩૬.૬૯ ટકા વોટ મળી શકે છે, જ્‍યારે સપાને ૩૬.૯૮ ટકા વોટ મળવાનો અંદાજ છે. બસપાને ૧૧.૪૫ ટકા, કોંગ્રેસને ૭.૬૭ ટકા, અપના દળ (એસ)ને ૧.૨૩ ટકા વોટ મળી શકે છે.

સર્વેમાં મુખ્‍યપ્રધાન કોણ બની શકે છે તેમાં યોગી આદિત્‍યનાથે ફરી એક વખત બાજી મારી હતી. યોગી આદિત્‍યનાથ ૩૫.૨૯ ટકા વોટ સાથે પ્રથમ ક્રમે રહ્યા હતા. અખિલેશ યાદવને ૨૬.૫૦ ટકા અને માયાવતીને ૮.૫૯ ટકા લોકો મુખ્‍યપ્રધાન તરીકે જોવા ઈચ્‍છે છે

(11:58 AM IST)