તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
ભાજપની સી ટીમના ૩,૨૬૦ નકલી રાજકીય પક્ષો મારફતે ૧૦,૦૦૦ કરોડના કાળા નાણાંનો ખેલ
ભાજપને દાન આપતા કરોડપતિઓને ટેક્સચોરીમાં રાજકીય ‘સુરક્ષા કવચ' મળ્યું: શક્તિસિંહ ગોહિલ : સંયુક્ત સંસદીય સમિતિ રચીને રાજકીય પક્ષોના નકલી દાનના રેકેટની તપાસ કરવાની માગણી

નવી દિલ્હી,તા.૧૦: દેશમાં નોંધાયેલા બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો એટલે કે રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઝનો (RUPP) ઉપયોગ કરીને મોટા પાયે કાળું નાણું ઊભું ટેક્સવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ સાંસદ શક્તિસિહ ગોહિલે લગાવ્યો છે. તેમણે વધુમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે ભાજપના વફાદાર અને સાથી પક્ષો દ્વારા બનાવવામાં આવેલા રાજકીય પક્ષો મારફતે ૧૦,૦૦૦ કરોડથી વધુનું કાળું નાણું ઊભું કરીને મોટાપાયે ટેક્સચોરી ટેક્સવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણીના મેદાનમાં ખાસ હાજરી ન ધરાવતી અને અજાણી છ રાજકીય પાર્ટીઓને ૨૦૨૨-૨૩માં રૂ.૧,૫૦૦ કરોડથી વધુનું દાન મળ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એક અહેવાલ મુજબ, ગુજરાતમાં મુખ્ય મથક ધરાવતી આ છ રજિસ્ટર્ડ પરંતુ અપરીચિત પાર્ટીઓએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મળીને માત્ર ૧૫ ઉમેદવાર જ ઊભા રાખ્યા હતા. ગુજરાતીરમતગમત સમાચાર
આ પક્ષોમાં સત્યવાદી રક્ષક પાર્ટી, આમ જનમત પાર્ટી, ગરીબ કલ્યાણ પાર્ટી, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, ભારતીય નેશનલ જનતા દળ અને ન્યૂ ઈન્ડિયા યુનાઇટેડ પાર્ટીનો સમાવેશ થાય છે. પાંચ પક્ષોના મુખ્ય મથક અમદાવાદમાં અને એકનું આણંદમાં છે. જનમત પાર્ટીને સૌથી વધુ રૂ.૬૨૦ કરોડનું દાન મળ્યું હતું. ગરીબ કલ્યાણ પાર્ટીને રૂ.૧૩૮ કરોડ, સત્યવાદી રક્ષક પાર્ટીને રૂ.૩૩૦ કરોડ અને ન્યૂ ઈન્ડિયા યુનાઇટેડ પાર્ટીને રૂ.૨૦૦ કરોડ મળ્યા હતા. બાકીના બે પક્ષોને પણ મળીને મોટી રકમનું દાન મળ્યું હતું.
ગોહિલે એક નિવેદનમાં જણાવ્યું કે આવકવેરાના નિયમો મુજબ ૫ કરોડથી વધુની આવક ધરાવતી વ્યક્તિ પર ૩૦ ટકા મૂળ ટેક્સ, ૩૭ ટકા સરચાર્જ અને ૪ ટકા સેસ મળીને ૪૨.૭ ટકા ટેક્સ લાગે છે. એટલે ૧૦ કરોડની આવક ધરાવતી વ્યક્તિએ ૪.૨૭ કરોડ રૂપિયા ટેક્સ ચૂકવવો પડે. તેમના આક્ષેપ મુજબ આ ટેક્સ બચાવવા માટે રાજકીય પક્ષોને અપાતા દાનની ટેક્સમુક્તિની જોગવાઈનો કથિત દુરુપયોગ ટેક્સવામાં આવ્યો છે.
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે આવા ૩,૨૬૦ પક્ષોને ૧૦,૦૦૦ કરોડથી વધુ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા હતા. આવકવેરા કાયદાની કલમ 80GGC હેઠળ વ્યક્તિ અને કલમ 80GGC હેઠળ કંપની દ્વારા રાજકીય પક્ષને આપવામાં આવતા દાનની જોગવાઈનો ઉપયોગ આ કથિત વ્યવહારોમાં ટેક્સવામાં આવ્યો હતો.
ગોહિલનો આરોપ છે કે આ નકલી રાજકીય પક્ષો સાથે સંકળાયેલા લોકો ૨ થી ૧૫ ટકા સુધીનું કમિશન રાખતા અને બાકીની રકમ દાન આપનારા કરોડપતિઓને પરત કરતા હતા. તેમણે કહ્યું કે ટેક્સચોરી સાબિત થાય તો આવકવેરા કાયદા હેઠળ માત્ર ટેક્સ અને વ્યાજ જ નહીં, પરંતુ ૨૦૦ ટકા સુધીના દંડની જોગવાઈ પણ છે. કાયદાની કલમ ૨૭૬C(૧) અને ૨૭૭નો ઉલ્લેખ કરીને આવી છેતરપિડીમાં ૭ વર્ષ સુધીની સજાની પણ જોગવાઈ છે. ભૌગોલિકનકશા તપાસો
ગોહિલે વધુમાં આક્ષેપ કર્યો કે આવકવેરા વિભાગે આવી કેટલીક ગેરરીતિ પકડી હતી. મામલો ટેક્સ ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો ત્યારે ટ્રિબ્યુનલે પણ કથિત વ્યવહારમાં છેતરપિડી હોવાનું માની તેના પર ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો હતો. તેમ છતાં, ૨૦૦ ટકા દંડ કે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી નથી.
ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલ ઉઠાવતા ગોહિલે ૨૦૧૪માં ચૂંટણી પંચે રાજકીય ભંડોળમાં પારદર્શિતા અને જવાબદારી માટે જાહેર કરેલી માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાજકીય પક્ષોને મળેલા દાન અને થયેલા ખર્ચની વિગતોની માહિતી આવકવેરા વિભાગને આપવાની જવાબદારી છે. પરંતુ આ પ્રક્રિયાનું પાલન થયું નથી. ઝારખંડના આવકવેરા વિભાગે આ સમગ્ર મામલે વિભાગને પત્ર લખ્યો હતો. તેમ છતાં કાર્યવાહી કેમ આગળ ન વધી તેવો સવાલ કર્યો છે.
તેમણે કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પર પણ ખોટા હિસાબો દ્વારા કથિત ગેરરીતિમાં મદદ કરવાનો લગાવતા જણાવ્યું કે કેટલાક આવકવેરા અધિકારીઓએ તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ ભાજપ સરકાર દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા.
ગોહિલે આરોપ લગાવ્યો કે ભાજપ સાથે સંકળાયેલા લોકો અને ભાજપને દાન આપતા કરોડપતિઓને ટેક્સચોરીના મામલામાં રાજકીય ‘સુરક્ષા કવચ' મળ્યું છે. તેમણે સવાલ કર્યો કે જો આ ગેરરીતિ હતી તો કાયદા મુજબ અત્યાર સુધીમાં દંડ અને અન્ય કાર્યવાહી કેમ કરવામાં આવી નથી.
શક્તિસિહ ગોહિલે આ સમગ્ર મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) રચીને નકલી રાજકીય પક્ષો દ્વારા થયેલા કથિત નકલી દાનના રેકેટની તપાસ કરવાની માગ કરી છે. તેમણે કરચોરી કરનારા બોગસ દાતાઓ સામે આવકવેરા કાયદાની કલમ ૨૭૦A(૯) હેઠળ ૨૦૦% દંડ ફટકારવાની તથા કલમ ૨૭૬ઘ્(૧) અને ૨૭૭ હેઠળ ફોજદારી કાર્યવાહી કરી ૭ વર્ષ સુધીની સજાની જોગવાઈ મુજબ પગલાં લેવાની માગ કરી છે.
તેમણે વધુમાં કથિત કૌભાંડમાં સંડોવાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને નકલી રાજકીય પક્ષોના સંચાલકો સામે પણ ફોજદારી કેસ દાખલ કરવા અને સરકારે આવા પક્ષોને કરોડો રૂપિયાનું દાન આપનારા તમામ વ્યક્તિઓ અને કંપનીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ તેવી માગણી કરી છે.. નકલી રાજકીય પક્ષો ચલાવનારા લોકોમાંથી કેટલા લોકો બાદમાં ભાજપમાં જોડાયા અને આજે ભાજપના પદાધિકારી તરીકે કાર્યરત છે તેની માહિતી પણ સરકારે જાહેર કરવી જોઈએ તવી પણ તેમણે માગણી કરી છે
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
