<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

તમિલનાડુ બંગાળમાં ભાજપનો વિજય નિશ્ચિતિ છે

જયરામ રમેશની જીભ લપસી ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું છે કે, કોંગ્રેસમાં જાસૂસ તરીકે જયરામ રમેશનો આ પહેલો દિવસ છે

નવી દિલ્‍હી,તા.૧૬: તમિલનાડુ અને પશ્ચિમિ બંગાળ સહિત પાંચ રાજ્‍યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમી ખૂબ જ વધી ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. હવે, તેમનો એક વીડિયો સામે આવ્‍યો છે જેમાં, ભાજપ પર મૌખિક હુમલો કરતા, તેમણે પોતાની જીભ લપસીને કહ્યું છે કે ભાજપ પヘમિ બંગાળ અને તમિલનાડુમાં જીતવા જઈ રહી છે. ભાજપે હવે જયરામ રમેશ પર કટાક્ષ કર્યો છે.

ગુરુવારે, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્‍તા શહજાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર જયરામ રમેશનો એક વીડિયો પોસ્‍ટ કર્યો હતો. આ વીડિયોમાં, કોંગ્રેસના મહાસચિવ એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, તમિલનાડુ અને પヘમિ બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે, અને ભાજપ જીતશે તે નિヘતિ છે.

શહેઝાદ પૂનાવાલાએ કટાક્ષ કર્યો, આ જયરામ રમેશનો કોંગ્રેસમાં જાસૂસ તરીકે પહેલો દિવસ છે.

(3:43 PM IST)