તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ભાજપનો વોટશેર ૨.૦૧% વધ્યો! કોંગ્રેસની મતબેંકમાં ‘‘આપ''ની ‘ફાચર'
વોટશેરઃ ૯ નવા મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપને ફળ્યા, ૫.૦૬% ટકા જનાધાર વધ્યો! : સુરત કોર્પોરેશનમાંથી સફાયો થતા મહાનગરોમાંથી AAPના વોટશેરમાં ૩.૭ ટકાનું ગાબડું: વર્ષ ૨૦૨૧ની સાપેક્ષમાં હાલની ચૂંટણીમાં ગ્રામીણ ક્ષેત્રે ભાજપને ૩.૭૪ લાખ મત વધારે મળ્યાઃ ગુજરાતમાં પૂર્વ પટ્ટીના આદિવાસી બાહુલ્ય ક્ષેત્રમાં કોંગ્રેસનો જનાધાર આપ તરફ સરક્યોઃ નગરપાલિકાઓમાં કોંગ્રેસને ૧.૬ ૪ ટકાનો ફાયદો પરંતુ, પંચાયતોમાં ૫.૪૮ ટકા વોટ ઘટયા!

નવી દિલ્હી, તા.૩૦: વિધાનસભા- ૨૦૨૨ની ચૂંટણી પછી ગુજરાત સરકારે નવ નાના શહેરોની નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તબદિલ કરવાનો ફાયદો ભાજપને થયો છે! સ્થાનિક ચૂંટણીઓમાં મંગળવારે જાહેર પરિણામોમાં ૧૫માંથી ૧૫ મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપને વિજય તો મળ્યો જ છે પરંતુ તેની સાથેસાથે મતોની હિસ્સાદારીમાં અર્થાત વોટશેરમાં ૫.૦૬ ટકા જનાધાર પણ વધ્યો છે. વર્ષ ૨૦૨૧ પછી ૬ વર્ષે યોજાયેલી હાલની સ્થાનિક ચૂંટણીઓમાં SIR પછીથી શુધ્ધ થયેલી મતદાર યાદી આધારિત મતદાન યોજાયુ હતુ. જેમાં કોંગ્રેસના મતોમાં ખ્ખ્ભ્એ ૧.૬૬ ટકા જેટલુ ઊંચુ ગાબડુ પાડયુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. રાજ્ય ચૂંટણી આયોગે ૧૦,૦૦૫ બેઠકો માટે ચૂંટણીઓ જાહેર કરી હતી. પરંતુ, ઉમેદવારો ન મળતા અને ઉમેદવારોનું અવસાન થતા ૬ બેઠકો માટે મતદાન યોજાયુ નથી. આથી, ૯,૯૯૯ બેઠકોમાંથી ભાજપના ૭,૫૦૨ ઉમેદવાર વિજેતા થયા છે. વર્ષ ૨૦૨૧માં ભાજપને ૬.૪૮૦ બેઠકો મળી હતી. ૬ વર્ષમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવારોની સંખ્યા ૧,૦૮૬થી વધીને ૧,૭૦૩ થઈ છે. જ્યારે AAP ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ ૭૧થી વધીને ૪૯૦ થયા છે. ભાજપ સામે કોંગ્રેસ અને આપના ચૂંટાયેલા જનપ્રતિતિનિધીઓનું સંખ્યાબળ વધવા છતાંયે સંખ્યાબળ વધવા છતાંયે વોટશેર સંદર્ભે ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના મતોમાં ૬.૨૫ ટકાનો માતબર વધારો નોંધાયો છે. અલબત્ત વર્ષ ૨૦૨૧ની ચૂંટણીના સાપેક્ષમાં નગરપાલિકાઓમાં ભાજપના વોટશેરમાં શેરમાં ૦૧૯ ટકા ઘટાડો થયો છે. પરંતુ, ચૂંટણીમાં ભાજપે ૭૨૧ બેઠકો બિનહરીફ મેળવી હતી. કોંગ્રેસના ૧૨ સહિત કુલ ૭૩૩ ઉમેદવારો બિનહરિફ વિજેતા રહેતા ૧૪ લાખથી વધુ મતદારોએ આ ચૂંટણીમાં મતદાન કરી શક્યા નહોતા. રાજ્ય ચૂંટણી આયોગના અહેવાલો અનુસાર વર્ષ ૨૦૨૬ની ચૂંટણીમાં મહાનગરોમાં ખ્ખ્ભ્ને મળેલા મતોમાં વર્ષ ૨૦૨૧ના સાપેક્ષમાં છે. જેની ૩.૭૦ ટકાનું ગાબડુ પડયુ છે. પાછળ સુરતમાં આપના ઉમેદવારોનો થયેલો સફાયો પણ કારણભૂત છે. વર્ષ ૨૦૨૧મા આપ ને ગ્રામિણ ક્ષેત્રે જિલ્લા- તાલુકા પંચાયતોમાં ૪.૨૦ લાખ મત મળ્યા હતા. જેમાં ૯.૭૫ ટકા વધારા સાથે આ વખતે ગામિણ મતોની સંખ્યા ૨૧.૨૯ લાખને પાર થઈ છે. જો કે, સામે પક્ષે કોંગ્રેસના મતોમાં ૫.૪૮ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૧માં પંચાયતોમાં કોંગ્રેસને ૬૨.૧૭ લાખ મતો મળ્યા હતા જે ઘટીને ૨૦૨૬માં ૫૭.૮૭ લાખ થયા છે. આમ, આપને કારણે કોંગ્રેસને મોટુ નુકશાન થયુ છે. પૂર્વપટ્ટીમાં આદિવાસી બાહુલ્યક્ષેત્રોમાં પરંપરાગતપણે કોંગ્રેસનો જનાધાર ઘટ્યો છે. ગામિણક્ષેત્રે પંચાયતી રાજમાં ભાજપને ૩.૭૩ લાખથી વધુ મતો મળ્યા છતાયે વર્ષ ૨૦૨૧ના સાપેક્ષમાં ભાજપના વોટશેરમાં ૧.૯૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.(૪૦.૧૩)
AAPમાંથી ૪૯૦ ઉમેદવારો જીત્યા વિધાનસભા- ૨૨ કરતા વોટ ઘટયા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સ્થાનિક પરિબળો મહત્વનો ભાગ ભજવતા હોય છે પરંતુ, ત્યાંથી ઉભી થતી રાજકીય તાકાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીયપક્ષો માટે મજબૂત બળ પુરૂ પાડતી હોય છે. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં આપમાંથી પાંચ ઉમેદવારોને પ્રજાએ પાંચ વર્ષ માટે ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વનો મેન્ડેટ આપ્યો હતો. તે વખતે વોટશેર ૧૨.૯૨ ટકા હતો. સ્થાનિક ચૂંટણીમાં મ્યુનિ. કોર્પોરેશન, નગરપાલિકા અને તાલુકા- જિલ્લા પંચાયતમાં આપ ના ૪૯૦ વિજેતા થયા હોવા છતાંયે આ ચારેય સંસ્થામાં સરેરાશ વોટશેરનું પ્રમાણ ૯.૧૯ ટકા જ રહ્યું છે ! જ્યારે વિધાનસભા- ૨૦૨૨ની ચૂંટણીમાં ૫૨.૫૦ ટકા વોટ મેળવનાર ભાજપને સ્થાનિક ચૂંટણીમાં ૨.૨૦ ટકા વૃધ્ધી સાથે સરેરાશ ૫૪.૭૦ ટકા વધારો મળ્યો છે. જ્યારે કોંગ્રેસના મતો પણ ૨૭.૨૮ ટકાથી વધીને સરેરાશ ૩૦.૨૮ ટકા થયા છે.
મ્યુ. કોર્પોરેશન, નગરપાલિકા, તાલુકા- જિલ્લા પંચાયતમાં સરેરાશ વોટશેરનું પ્રમાણ
રાજકીય પક્ષ વર્ષ ૨૦૨૧માં મત (ટકામાં) ૨૦૨૬માં મત (ટકામાં) વધઘટ મત (ટકામાં)
ભાજપ ૨,૩૪,૬૪,૫૨૪ ૫૨.૬૯% ૨,૪૨,૦૨,૩૫૪ ૫૪.૭૦% ૭,૩૭.૮૩૦ ૨.૦૧%
કોંગ્રેસ ૧,૩૮,૧૧,૫૧૧ ૩૧.૯૪% ૧,૩૦,૩૮.૮૭૨ ૩૦.૨૮% ૭,૭૨,૬૩૯ ૧.૬૬%
આપ ૩૩,૩૪,૦૬૯ ૬.૯૨% ૪૪,૯૯,૧૩૯ ૯.૧૯% ૩૩,૩૪,૦૬૯ ૨,૨૭%
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
