તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
આગરામાં લોહિયાળ ખેલ: પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી બાથરૂમમાં દાટી દીધો, 45 દિવસ સુધી આખા પરિવાર અને પોલીસને ઉલ્લુ બનાવતી રહી
હત્યા બાદ લાશ છુપાવવા માટે ઘરમાં જ ખોદકામ કરી બાથરૂમમાં દફનવિધિ કરી દીધી અને ઉપરથી નવી ટાઇલ્સ નખાવી દીધી; લાપતા થયાનો ઢોંગ કરીને પોલીસને પણ સતત ગુમરાહ કરતી રહી આરોપી પત્ની

આગરા: ઉત્તર પ્રદેશના આગરામાંથી એક અત્યંત ચોંકાવનારી અને રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના જ પતિની ઘાતકી હત્યા કરી નાખી અને લાશના પુરાવા મિટાવવા માટે તેને પોતાના જ ઘરના બાથરૂમમાં દાટી દીધી હતી. એટલું જ નહીં, પત્નીએ પોલીસ અને પરિવારજનોની આંખમાં ધૂળ નાખવા માટે 45 દિવસ સુધી પતિ ગુમ હોવાનો નાટક રચ્યો હતો.
મળતી માહિતી મુજબ, આરોપી મહિલાએ પતિની હત્યા કર્યા બાદ ખૂબ જ ચાલાકીથી લાશને બાથરૂમમાં દાટી દીધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, હત્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે તેણે બાથરૂમમાં નવી ટાઇલ્સ પણ લગાવી દીધી હતી, જેથી લાશના અવશેષો બહાર ન આવે. છેલ્લા દોઢ મહિનાથી મહિલા એવો ઢોંગ કરી રહી હતી કે તેનો પતિ અચાનક ક્યાંક ગુમ થઈ ગયો છે.
ઘટનાની વિગત એવી છે કે, પતિના લાપતા થયા બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પરિવારના સભ્યોને પણ સતત ખોટી માહિતી આપીને ગુમરાહ કરતી રહી હતી. જોકે, પોલીસને મહિલાના વર્તન અને તેની વાતોમાં વિરોધાભાસ જણાતા તપાસનો દોર તે તરફ ફેરવ્યો હતો. કડક પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ બાદ આખરે મહિલાનો ગુનો કબૂલ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાથરૂમની ટાઇલ્સ તોડાવતા નીચેથી માનવ અવશેષો મળી આવ્યા હતા, જેને જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધીને આરોપી પત્નીની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી દીધી છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
