તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Sunday, 30th August 2026
ઉત્તરી સાયપ્રસમાં 267 મુસાફરો ભરેલી બોટ પલ્ટી : મોટા પાયે બચાવ કાર્ય શરૂ
કોસ્ટગાર્ડ અને હેલિકોપ્ટરે 159 લોકોને સહીસલામત બચાવી લીધા: બોટમાં પાણી ભરાતાં આ અકસ્માત થયો:પરિસ્થિતિની ગંભીરતા જોતાં તુર્કીયે વિજય દિવસના તમામ સત્તાવાર કાર્યક્રમો તાત્કાલિક રદ

ઉત્તરી સાયપ્રસના કાયરાનિયા દરિયાકિનારે 267 મુસાફરો સાથેની બોટ અચાનક પલટી જતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. તાત્કાલિક શરૂ કરાયેલા રેસક્યુ ઓપરેશન અંતર્ગત કોસ્ટગાર્ડ અને સ્થાનિક હોડીઓએ 159 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. પરિવહન મંત્રી એરહાન અરિકલીના જણાવ્યા મુજબ બોટમાં પાણી ભરાઈ જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઉત્તરી સાયપ્રસના પ્રખ્યાત કાયરાનિયા (ગિર્ને) બંદરેથી રવાના થયાના થોડા જ સમયમાં એક મોટી પેસેન્જર બોટ દરિયામાં અસંતુલિત થઈને પલટી ગઈ હતી. ઉત્તરી સાયપ્રસના પરિવહન મંત્રી એરહાન અરિકલીએ પરિસ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, બોટમાં 259 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 267 લોકો સવાર હતા. દરિયાના ઊંડા પાણીમાં આગળ વધતાં જ અચાનક બોટના નીચેના ભાગમાં પાણી ભરાવા લાગ્યું હતું, જેના કારણે વજનનું સંતુલન બગડ્યું અને આખી બોટ એક તરફ નમીને પલટી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ તુર્કીયે સાયપ્રસ કોસ્ટગાર્ડની ટુકડીઓ અને રેસ્ક્યૂ હેલિકોપ્ટર ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા.
આ ગંભીર દરિયાઈ દુર્ઘટનાને પગલે સરકારી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં પરિવહન મંત્રી એરહાન અરિકલી અને વડાપ્રધાન ઉનાલ ઉસ્તોલ તાત્કાલિક કાયરાનિયા બંદરે પહોંચ્યા હતા અને સમગ્ર બચાવ કામગીરીનું સીધું નિરીક્ષણ કર્યું હતું. આ દુર્ઘટનાના શોકમાં તુર્કીયે વિજય દિવસ નિમિત્તે યોજાનારા તમામ ઔપચારિક અને સાંસ્કૃતિક ઉત્સવો રદ કરી દેવામાં આવ્યા છે.
સ્થાનિક વહીવટીતંત્ર લેપિથોસ, કારાવાસ અને માયર્ટૌ નગરપાલિકાઓ દ્વારા દરિયામાં ચાલી રહેલી અસામાન્ય હિલચાલ અને તોફાની મોજાંને કારણે સામાન્ય નાગરિકો તેમજ પ્રવાસીઓને દરિયામાં ન ઉતરવા કડક સૂચના આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે કાયરાનિયા પેસેન્જર ટર્મિનલ પર મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને તબીબોની ટીમ તૈનાત કરી છે જેથી કિનારે લવાતા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
