<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાંથી લાપતા થયેલા બે પોલીસકર્મીઓના મૃતદેહ: આતંકવાદીઓની શોધખોળ તેજ

બંને પોલીસકર્મીઓના અપહરણ બાદ તેમની હત્યા કરાઈ હોવાની આશંકા: ડ્રોન અને સ્નીફર ડોગની મદદથી સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાંથી લાપતા થયેલા બે પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કિશ્તવાડના જંગલ વિસ્તારમાંથી બંને પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, બંને પોલીસકર્મીઓના અપહરણ બાદ તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી છે. ડ્રોન અને સ્નીફર ડોગની મદદથી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસકર્મીઓના અપહરણ અને હત્યામાં સંડોવાયેલા આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી આતંકીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(11:17 AM IST)