તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
બોલિવૂડ અને મરાઠી સિનેમાના દ્રિગ્ગજ કલાકાર નાના પાટેકરનું ગોવામાં નિધન
ઓટોપ્સી રિપોર્ટમાં નિધનનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું: ગોવા પોલીસ અને પરિવારે કોઈ ષડયંત્ર કે શંકાસ્પદ બાબત ન હોવાની કરી સ્પષ્ટતા

મુંબઈ : ભારતીય સિનેમાના પ્રખ્યાત અને વરિષ્ઠ અભિનેતા નાના પાટેકરનું ગોવા સ્થિત તેમના નિવાસસ્થાને ૭૫ વર્ષની વયે અવસાન થયું છે. આ ઘટના બાદ સામે આવેલા ઓટોપ્સી (પોસ્ટમોર્ટમ) રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે તેમનું નિધન ગંભીર કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક (Acute Myocardial Infarction) ને કારણે થયું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટની વિગતો અનુસાર, કોરોનરી આર્ટેરી થ્રોમ્બોસિસને કારણે હૃદયમાં રક્તસંચાર રોકાઈ જતાં તેમને તીવ્ર હાર્ટ એટેક આવ્યો હતો. પંજી પોલીસે આ મામલે પ્રાથમિક ધોરણે 'અનનેચરલ ડેથ' નો કેસ નોંધ્યો છે, જે આવી ઘટનાઓમાં સામાન્ય કાનૂની પ્રક્રિયાનો ભાગ છે.
પરિવાર અને પોલીસે શંકા ફગાવી
બનાવ અંગે પંજી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ આગળની તપાસ ચાલુ છે. પોલીસે નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકર અને તેમના નજીકના સાથી પ્રસાદ પાર્કરના નિવેદનો નોંધ્યા છે. બંનેએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેમને આ નિધનમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ બાબત કે ષડયંત્ર (Foul Play) હોવાની આશંકા નથી.
હોસ્પિટલ ખાતે તબીબોનો નિષ્ફળ પ્રયાસ
ગોવા સ્થિત દોના પાઉલા ખાતેના નિવાસસ્થાને તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા બાદ તુરંત જ તેમને નજીકની મણિપાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબોની ટીમે લગભગ ૪૫ મિનિટ સુધી તેમને સીપીઆર અને અન્ય તબીબી સારવાર આપીને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
દિગ્ગજ અભિનેતાના પાર્થિવ દેહને ગોવાથી પુણે લાવવામાં આવ્યો હતો. ભારતીય સિનેમા અને મરાઠી નાટ્યક્ષેત્રે તેમના અપ્રતિમ યોગદાનને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર પૂરા રાજકીય સન્માન (Full State Honours) સાથે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ફિલ્મ અને સામાજિક ક્ષેત્રે શોકની કાલીમા
'ક્રાંતિવીર', 'પરિંદા', 'અબ તક છપ્પન', 'તિરંગા' અને 'વેલકમ' જેવી અગણિત સુપરહિત ફિલ્મોમાં પોતાની આગવી ડાયલોગ ડિલિવરી અને દમદાર અભિનયથી લોકોના દિલ જીતનાર નાના પાટેકરને ૩ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. અભિનય ઉપરાંત 'નામ ફાઉન્ડેશન' દ્વારા મહારાષ્ટ્રના પીડિત ખેડૂતો માટે કરેલા સામાજિક કાર્યો બદલ તેઓ કાયમ યાદ રહેશે. તેમના અવસાનથી દેશના પ્રધાનમંત્રી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓએ ઘેરા શોકની સંવેદના વ્યક્ત કરી છે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
