<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

દિલ્હીની કેટલીક નામાંકિત શાળાઓમાં બોમ્બની ધમકી મળવાથી રાજધાનીમાં ભારે હડકં

દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ સંબંધિત શાળાઓમાં પહોંચી:શાળાઓમાં હાજર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુરક્ષિત બહાર કાઢીને સમગ્ર કેમ્પસને સીલ કરી દેવાયુ

નવી દિલ્હી :દિલ્હીની કેટલીક નામાંકિત શાળાઓમાં બોમ્બની ધમકી મળવાથી રાજધાનીમાં ભારે હડકંપ મચી ગયો છે. સવારે શાળાઓ શરૂ થતાની સાથે જ ઈમેલ દ્વારા આ ધમકીઓ પ્રાપ્ત થતાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં તાત્કાલિક ધોરણે કટોકટી સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ સંબંધિત શાળાઓમાં પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે શાળાઓમાં હાજર હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુરક્ષિત બહાર કાઢીને સમગ્ર કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યું છે.

 

સુરક્ષા એજન્સીઓ દ્વારા શાળાઓના દરેક ક્લાસરૂમ, પ્લેગ્રાઉન્ડ, હોલ અને બિલ્ડિંગના ખૂણે-ખૂણે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં આ ધમકીઓ ફેક હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારનું જોખમ ન લેતા પોલીસ દ્વારા સાવચેતીના તમામ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બનાવને લઈને અત્યંત ચિંતિત બનેલા વાલીઓ મોટી સંખ્યામાં શાળાઓની બહાર એકઠા થઈ ગયા છે, જેના કારણે ભારે ટ્રાફિક અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.

 

 

ઉલ્લેખનીય છે કે સાયબર સેલ દ્વારા આ ઇમેઇલ કયા સોર્સથી અને કોણે મોકલ્યા છે તેની ભાળ મેળવવા માટે ટેક્નિકલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ આવા બનાવો બન્યા હોવાથી પોલીસ હવે આ મા્મલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી રહી છે.

(1:26 PM IST)