તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
બોમ્બે હાઈકોર્ટનો આદેશઃ જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા અને ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ
તહેવારોમાં પ્રદૂષણ અને અવાજ અંગે હાઈકોર્ટની લાલ આંખઃ નિયમોનું પાલન ન થાય તો પંડાલોની સુરક્ષા ડિપોઝિટ જપ્ત કરવા કડક સૂચનાઃ લેસર લાઈટસનો ઉપયોગ અયોગ્ય ગણાવ્યો શું લાઉડસ્પીકર વગાડવાથી ભગવાનના વધારાના આશીર્વાદ મળશે?: નાગરિકોના સ્વાસ્થ્ય અને જાહેર સલામતીને સર્વોપરી ગણાવતા કોર્ટે આપ્યો કડક આદેશ

મુંબઈ, તા.૨૩: તહેવાર એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક આદેશ જારી કર્યો છે. અદાલતે જાહેર રસ્તાઓ અને શેરીઓમાં ફટાકડાના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકયો છે અને ઉજવણી દરમિયાન ડીજે, લાઉડસ્પીકર તેમજ લેસર લાઈટ્સના ઉપયોગને સંપૂર્ણપણે અયોગ્ય જાહેર કર્યા છે. ગણેશ ઉત્સવ દરમિયાન જારી કરાયેલા આ નિર્ણયમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક સરઘસો અને કાર્યક્રમોમાં આ પ્રકારના સાધનોનો ઉપયોગ સ્વીકાર્ય નથી.
કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મુંબઈ જેવા મહાનગરોમાં, દિવસ હોય કે રાત્રિ, કોઈપણ સંજોગોમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવાની મંજૂરી આપી શકાય નહીં. આ પ્રકારની પ્રવળત્તિઓ માત્ર ખતરનાક જ નથી, પરંતુ તે શહેરમાં પહેલેથી જ ફેલાવા લાગેલા ઝેરી પ્રદૂષણ અને ધુમ્મસમાં મોટો વધારો કરે છે.
ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણી અને ન્યાયાધીશ નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે, શું આ બધા લાઉડસ્પીકર અને ફટાકડાનો ઉપયોગ કરવાથી આપણને ભગવાન તરફથી વધારાના આશીર્વાદ મળી જશે? એક જવાબદાર સમાજ તરીકે, આપણે આ બધું બંધ કરવું જોઈએ. કોર્ટે પંઢરપુરની પ્રખ્યાત વારી શોભાયાત્રાનું ઉદાહરણ આપતા નોંધ્યું હતું કે તે કોઈપણ લાઉડસ્પીકર કે કર્કશ અવાજ વિના કેટલી શાંતિથી અને શિસ્તબદ્ધ રીતે કાઢવામાં આવે છે.
સુનાવણી દરમિયાન જ્યારે મહારાષ્ટ્ર સરકારે કોર્ટનું ધ્યાન દોર્યું કે પોલીસે અગાઉથી જ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે, ત્યારે કોર્ટે કડક ટિપ્પણી કરી હતી કે આ આદેશો માત્ર કાગળ પર જ સારા દેખાય છે, જ્યારે વાસ્તવિક જમીની હકીકત એ છે કે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
કોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે પંડાલો કે શોભાયાત્રાઓ માટે પરવાનગી આપતી વખતે આયોજકો પાસેથી મોટી સુરક્ષા ડિપોઝિટ માંગવી જોઈએ. જો તહેવાર દરમિયાન નિયમોનું ઉલ્લંઘન થાય, તો જનમાનસમાં કાયદાનો ભય પેદા કરવા માટે આ ડિપોઝિટની રકમ તાત્કાલિક જપ્ત કરી લેવી જોઈએ.
બેન્ચે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે અદાલત કોઈપણ તહેવાર, ધર્મ કે ઉજવણીની વિરુદ્ધ નથી, પરંતુ નિયમોનેવેરાએ મૂકીને અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય કે જીવનના ભોગે ઉજવણી કયારેય સહન કરી શકાય નહીં. ધાર્મિક લાગણીઓ અને જનહિતની જાહેર સલામતી વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું અત્યંત આવશ્યક છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
