<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ટાટા ગ્રુપના આ શેરમાં 'બોનસ'નો ધડાકો: બુધવારે કંપની કરશે મસમોટી જાહેરાત, ડિવિડન્ડ અને ફંડ વધારવા અંગે પણ લેવાશે ઐતિહાસિક નિર્ણય

ટ્રેન્ટ ના ઈતિહાસમાં પ્રથમવાર બોનસ શેર મળવાની આશાએ રોકાણકારોમાં ભારે ઉત્સાહ: નિષ્ણાતોએ આપ્યો ₹૪૬૦૦ નો ટાર્ગેટ, પરિણામો પહેલા શેરમાં ૩% નો ઉછાળો

મુંબઈ: ટાટા ગ્રુપની જાણીતી રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડ (Trent Ltd) આવતીકાલે એટલે કે બુધવારે શેરબજારમાં હેડલાઈન્સમાં રહેવાની છે. રોકાણકારો માટે આ એક ‘સુપર વેડનેસડે’ સાબિત થઈ શકે છે, કારણ કે કંપની એકસાથે અનેક મોટા નિર્ણયો લેવા માટે બોર્ડ મીટિંગ યોજવાની છે. ખાસ વાત એ છે કે, જો બુધવારે બોનસની જાહેરાત થશે, તો કંપનીના ઈતિહાસમાં આ પ્રથમ બોનસ ઈશ્યૂ હશે.
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મળશે જેમાં નીચે મુજબના મુદ્દાઓ પર મહોર લાગી શકે છે:
 કંપની પોતાના શેરધારકોને બોનસ શેર આપવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. અગાઉ કંપનીએ સ્ટોક સ્પ્લિટ કર્યું છે, પણ બોનસ ક્યારેય આપ્યું નથી.
ડિવિડન્ડ: નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ડિવિડન્ડની પણ જાહેરાત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કંપનીએ પ્રતિ શેર ₹૫ નું ડિવિડન્ડ આપ્યું હતું.
પરિણામો અને ફંડ રેઈઝિંગ: ચોથા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કરવાની સાથે રાઈટ્સ ઈશ્યૂ દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના પર પણ ચર્ચા થશે.
મંગળવારના સત્રમાં આ સમાચારની અસર સ્પષ્ટપણે જોવા મળી હતી. ટ્રેન્ટનો શેર ૩% થી વધુના વધારા સાથે ₹૪૪૦૦ ના સ્તરની નજીક બંધ થયો હતો. બજારના નિષ્ણાતો માને છે કે ટાટા ગ્રુપની આ કંપનીના ત્રિમાસિક આંકડા પ્રોત્સાહક રહેવાની ધારણા છે, જેના કારણે ખરીદદારી વધી રહી છે.
: બજાર નિષ્ણાત આશિષ બહેતીના જણાવ્યા મુજબ, ટ્રેન્ટના ચાર્ટ પર રિવર્સલના મજબૂત સંકેતો છે.
1. ટાર્ગેટ પ્રાઈસ: જો તેજી ચાલુ રહેશે તો શેર ટૂંક સમયમાં ₹૪૬૦૦ ના સ્તરને સ્પર્શી શકે છે.
2. સ્ટોપ લોસ: રોકાણકારોને ₹૪૧૦૦ ના સ્ટોપ લોસ સાથે આ સ્ટોક જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે.
3. વપરાશમાં વૃદ્ધિ: હાલમાં કન્ઝમ્પશન (વપરાશ) સેક્ટરના તમામ શેરોમાં તેજી જોવા મળી રહી છે, જેનો સીધો ફાયદો ટ્રેન્ટ (Zudio, Westside) ને મળી રહ્યો છે.
 (અસ્વીકરણ: શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી.

(11:33 PM IST)