તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
પ્રેમિકાનાં અન્યત્ર લગ્ન નક્કી થઈ જતાં ધકેલી દીધી બોયફ્રેન્ડે તેને ખીણમાં
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પુણેના કેતન મર્ડર જેવો બીજો કિસ્સો : હત્યા બાદ પોતે જ પોલીસ સ્ટેશને જઈ તે લાપતાની ફરિયાદ નોંધાવીઃ પડોશમાં જ પાંગરેલા પ્રેમસબંધનો કરુણ અંજામ

કાનપુર તા.૧૨: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પ્રેમિકાનાં લગ્ન અન્ય યુવક સાથે નક્કી થયા બાદ તેના પ્રેમીએ કથિત રીતે નાઈકવાડીટ્ટ વિસ્તારમાં આવેલી અંદાજે ૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દઈને હત્યા કરી હતી. અગાઉ પુણેની સિયા ગોયલે તેના મંગેતર કેતન અગ્રવાલને લોહગઢ કિલ્લા પરથી ફેંકી દઈ તેની હત્યા કરી હતી. હવે તેવા જ બીજા કિસ્સામાં પ્રેમીએ પ્રેમિકાને ઊંચાઈએથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારતાં આ કિસ્સો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ૨૩ વર્ષની તરશુમ નાઈક અને પચ્ચીસ વર્ષના શ્રીપાદ વડર વચ્ચે છેલ્લા સાડા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને કોલ્હાપુર જિલ્લાના ગાગીટી વિસ્તારમાં સામ સામે રહેતાં હતાં. તરશુમ મહાગાંવની એક એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. થોડા, સમય પહેલાં જ તેના પરિવારજનોએ તેનાં લગ્ન બીજા સાથે નક્કી કર્યાં હતાં. જેથી તરશુમે શ્રીપાદને પ્રેમસંબંધ આગળ ચાલુ રાખી શકાય તેમ ન હોવાનું જણાવ્યું હતું. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
અહેવાલો અનુસાર, આ તમામ બાબતથી ગુસ્સે ભરાઈ જતાં શુક્રવાર સવારે શ્રીપાદ તરશુમને મળવા માટે બોલાવી નાઈકવાડી ધોધ નજીકની ખીણ પાસે લઈ ગયો હતો. ત્યાં લગ્ન નક્કી થવા અને પ્રેમસંબંધ પૂરો કરવાની વાતને લઈને બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. આ દરમિયાન શ્રીપાદે કથિત રીતે તરશુમને ઊંડી ખીણમાં ધકેલી દીધી હતી. ઊંચા પરથી નીચે પડવાથી ગંભીર ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટના બાદ આરોપી ભુદરગડ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને શરૂઆતમાં તરન્નુમ ગુમ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસને શંકા જતાં શ્રીપાદની પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેણે કથિત રીતે ગુનાની કબૂલાત કરી હોવાનું કહેવાય છે. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. યુવતીની શોધખોળ દરમિયાન ખીણની ઊંડાઈને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. જેથી આંબોલીનું વિશેષ બચાવ દળની મદદ લેવામાં આવી હતી
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
