<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

વર-કન્યા સ્ટેજ પર વરમાળા પહેરાવવા તૈયાર હતા ને વાવાઝોડું ત્રાટક્યું! જોતજોતામાં આખો મંડપ હવામાં ઉડવા લાગ્યો, ફિલ્મી સીન જેવો વીડિયો વાયરલ: જુઓ વિડીયો

લગ્ન પ્રસંગમાં કુદરતનો મિજાજ બદલાતા અફરાતફરી મચી; વર-કન્યા અને મહેમાનો જીવ બચાવવા મેદાન છોડી ભાગ્યા, સોશિયલ મીડિયા પર યુઝર્સ આપી રહ્યા છે રમુજી પ્રતિક્રિયા

રાજકોટ: લગ્નની સિઝન હોય અને ડીજેના તાલે જાનૈયાઓ ઝૂમી રહ્યા હોય ત્યારે સામાન્ય રીતે ખુશીનો માહોલ હોય છે, પરંતુ ક્યારેક કુદરત એવી એન્ટ્રી મારે છે કે બધું જ વેરવિખેર થઈ જાય છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો જ ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્નનો યાદગાર પ્રસંગ ક્ષણભરમાં અફરાતફરી અને નાસભાગમાં ફેરવાઈ ગયો હતો. 
વાવાઝોડાની વિલન જેવી એન્ટ્રી
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભવ્ય લગ્ન સમારોહમાં વર-કન્યા સ્ટેજ પર વરમાળા પહેરાવવાની વિધિ માટે સજ્જ થઈને ઉભા હતા. સગા-સંબંધીઓ અને કેમેરામેન આ સુંદર ક્ષણને કેદ કરવા માટે આતુર હતા, પરંતુ બરાબર એ જ સમયે અચાનક જોરદાર આંદી-તૂફાન ત્રાટક્યું હતું. શરૂઆતમાં લોકોને પવન સામાન્ય લાગ્યો, પરંતુ જોતજોતામાં તેની ગતિ એટલી વધી ગઈ કે આખું વેડિંગ સ્ટેજ પત્તાની મહેલની જેમ હવામાં ડોલવા અને ઉડવા લાગ્યું હતું. 
એક્શન સીન જેવો નજારો
તૂફાન એટલું પ્રચંડ હતું કે વર-કન્યાએ પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું અને સ્ટેજ પર હાજર લોકો જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યા હતા. કેમેરામેન પણ પોતાનો કિંમતી સામાન બચાવવા સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા. આ આખો નજારો કોઈ ફિલ્મના એક્શન કે સ્ટંટ સીન જેવો ભયાનક દેખાઈ રહ્યો હતો. આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી, પરંતુ આ વીડિયોએ ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી છે. 
સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો વરસાદ
આ વીડિયો જોયા પછી યુઝર્સ જાતભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈએ તેને "કુદરતનું સરપ્રાઈઝ" ગણાવ્યું છે તો કોઈએ રમુજમાં લખ્યું છે કે "આ લગ્ન છે કે એડવેન્ચર સ્પોર્ટ્સ?". ગમે તે હોય, પણ આ તોફાની એન્ટ્રીએ આ લગ્નને વર-કન્યા અને મહેમાનો માટે હંમેશ માટે યાદગાર બનાવી દીધું છે.

(8:28 PM IST)