News of Friday, 1st May 2026
બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજા અને ક્વીન કેમિલાનું વ્હાઇટ હાઉસમાં ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત

*ટ્રમ્પે કિંગ ચાર્લ્સને વિશ્વના સૌથી મહાન રાજા ગણાવ્યા, શાનદાર વિદાય સમારંભ યોજાયો*
વોશિંગ્ટન: બ્રિટિશ રાજવી પરિવારના વડા, મહારાજા ચાર્લ્સ ત્રીજા અને મહારાણી કેમિલા તેમના વિશેષ અમેરિકાના પ્રવાસ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ દ્વારા તેમનું અત્યંત ભવ્ય અને ઉષ્માભર્યું સત્તાવાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક મુલાકાત બંને મહાસત્તાઓ વચ્ચેના સદીઓ જૂના અને મજબૂત પારંપરિક સંબંધોની પ્રતીતિ કરાવે છે.
રાષ્ટ્રપતિ ભવન ખાતે આ રાજવી દંપતી માટે એક વિશેષ અને શાનદાર ઔપચારિક વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ રાજાની ભારે પ્રસંશા અને પ્રશંસા કરી હતી. ટ્રમ્પે પોતાના સંબોધન દરમિયાન કિંગ ચાર્લ્સ માટે ખૂબ જ સન્માનજનક અને મોટા શબ્દો વાપરતા જાહેરમાં કહ્યું હતું કે, "તેઓ એક મહાન રાજા છે, મારા અંગત મતે તેઓ દુનિયાના સૌથી મહાન રાજા છે!"
આ મુલાકાત અને વિદાય સમારંભના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં તેની ભારે ચર્ચા જોવા મળી રહી છે.
બ્રિટિશ રાજવી દંપતીના આ પ્રવાસથી બ્રિટન અને અમેરિકા વચ્ચે વેપાર, આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત બનશે તેવો આશાવાદ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
