News of Sunday, 13th September 2026
BSF એ ગંગા નદીમાં ડૂબતા 10 બાંગ્લાદેશી નાગરિકોને બચાવ્યા
ગંગા નદીના તીવ્ર પ્રવાહમાં હોળી પલ્ટી જતા ડૂબતા ત્રણ બાળકો, ત્રણ મહિલાઓ અને ચાર પુરુષો સહિત 10 બાંગ્લાદેશી નાગરિકોના જીવ બચાવ્યા

નવી દિલ્હી : એક ઝડપી અને સાહસિક બચાવ કામગીરીમાં, BSF ના માલદા સેક્ટરની 71મી બટાલિયનના સતર્ક સૈનિકોએ ગંગા નદીના તીવ્ર પ્રવાહમાં જેમની હોડી પલટી ગઈ હતી, તેમાં ત્રણ બાળકો, ત્રણ મહિલાઓ અને ચાર પુરુષો સહિત 10 બાંગ્લાદેશી નાગરિકોના જીવ બચાવ્યા. બચાવાયેલા લોકોમાં 30 દિવસનું એક બાળક પણ હતું જેની હાલત ગંભીર હતી; તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાળક હવે સ્થિર અને સ્વસ્થ હોવાનું જાણવા મળે છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
